હળવદ નજીક અકસ્માતમાં બે લોકોના મોત : ફરિયાદ નોંધાઇ

સેન્ટ્રો ગાડી આગળ જતાં ટ્રક ટેઇલર પાછળ અથડાતા અકસ્માત સર્જાયો હતો

હળવદ : હળવદ માળીયા હાઈવે પર બે દિવસ પહેલા બનેલા અકસ્માતના બનાવમાં બે લોકોના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ અકસ્માતના બનાવની આજે ફરિયાદ નોંધાઇ છે.જેમાં સેન્ટ્રો ગાડી આગળ જતાં ટ્રક ટેઇલર પાછળ અથડાતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

હળવદ નજીક બે દિવસ પહેલા બનેલા બનાવની હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જેમાં મોરબીના ટિબડી ગામના પાટિયા પાસે રહેતા રાજુભાઇ લાભુભાઈ બારોટે ફરિયાદ નોંધાવી હતી કે, મોરબીમાં રહેતા જયદીપભાઈ હરસુખભાઈ સબાપરા નામનો યુવાન સેન્ટ્રો ગાડીમાં મિત્રોને બેસાડીને ગતતા.11ના રોજ હળવદ માળીયા હાઇવે પર કેદારીયા ગામ નજીક રોડ ઉપર પસાર થતો હતો.તે સમયે આગળ જઈ રહેલા ટ્રક ટેઇલર પાછળ આ સેન્ટ્રો ગાડી ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં કારમાં બેઠેલા કિરણ લાભુભાઈ બારોટ અને ભાવેશ અંબારામભાઈ ભટાસણાને ગંભીર ઇજા પહોંચતા આ બંન્ને યુવાનોના મોત નિપજ્યા હતા.જ્યારે કારમાં બેઠેલા અન્ય યુવાન હિતેશભાઈને ઇજા પહોંચી હતી.હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne