ટંકારા : નાના ખીજડીયા ગામે ગેસનો બાટલો સળગતા નાસભાગ

ટંકારા : આજે બપોરે ટંકારાના નાના ખિજડીયા ગામે અમરશીભાઈ સોલંકીના ધરે રસોઇ બનાવતી વખતે અચાનક ગેસનો બાટલો લીક થઈ જતા જોત જોતામા આગ ભભુકી ઉઠતા થોડીવાર માટે નાસભાગ મચી ગઈ હતી. આગની જાણ થતા ગામના સરપંચ ફિરોઝભાઈ અને અન્ય ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટંકારા ગેસ એજન્સીનો સંપર્ક કર્યો હતો. આથી ટંકારની આર્ય ગેસ એજન્સીના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ નહી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતી.

આગ લાગવાના કારણ અંગે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પ્લેટફોર્મ પર ચૂલો રાખવાના બદલે નીચે બેસીને રસોઈ બનાવતા હતા ત્યાં ચૂલાની નજીક જ બાટલો હતો આથી આગ લાગી હતી. ગેસના બાટલા કરતા ચૂલો હંમેશા ઊંચો રાખવો એવો સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં ઘણા ઘરોમાં આવી ભૂલ કરતા હોય છે ત્યારે ગેસ એજન્સીઓએ આ અંગે ગ્રાહકોને ખાસ માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.