મોરબીમાં બજરંગ દળના યુવાનો બચાવ કાર્યમાં જોડાશે

 

મોરબી : વાયુ વાવાઝોડાના આગમનને હવે થોડી જ કલાકો બાકી રહી છે. ત્યારે આ આપદાનો સાથે મળીને સામનો કરવા ગુજરાત સજ્જ બન્યું છે તેવી જ સ્થિતિ મોરબીમાં છે જ્યાં અનેક સંસ્થાઓ વિવિધ રીતે ઉપયોગી બની રહી છે ત્યારે મોરબી બજરંગ દળના યુવાનો પણ બચાવ કાર્યમાં જોડાવના છે.

મોરબીમાં સંભવિત વાવાઝોડું અને વરસાદની સ્થિતિમાં મોરબી શહેરમાં બચાવ કાર્ય તેમજ જરૂરી મદદ માટે મોરબી બજરંગદળની ટીમ તૈયાર છે અને બજરંગ દળની ટીમની મદદ મેળવવા માટે કમલભાઈ દવે 9595688888, ચેતનભાઈ પાટડિયા 8511111080, વિક્રમભાઈ શેઠ 6354592290, કરણભાઈ પરમાર 9909000641, ચિરાગભાઈ પરમાર 7069706222 અને જીતુભાઇ ચાવડા 9687267776 નો સંપર્ક કરવા જણાવ્યું છે.