મોરબીમાં જલારામ સેવા મંડળ દ્વારા અસરગ્રસ્તોની સેવા માટે રાહત કેમ્પ શરૂ

- text


બે એમ્બ્યુલન્સ, શબવાહીની સહીત ૧૦ ગાડીઓ અસરગ્રસ્તોની સેવા માટે ખડેપગે સ્ટેન્ડ ટુ

બચાવ કાર્ય ઉપરાંત અસરગ્રસ્તો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરવામા આવશે

મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ સેવા મંડળ દ્વારા સંભવિત વાવાઝોડાને પગલે રાહત કેમ્પ શરૂ કરવામા આવ્યો છે .જેમા ૨ એમ્બ્યુલન્સ, શબવાહીની સહીત ની ૧૦ ગાડીઓ ૨૪ કલાક સ્ટેન્ડ ટુ રાખવામા આવી છે.મોરબી જીલ્લા તેમજ આસપાસના વિસ્તારના લોકો માટે બચાવ કાર્ય ઉપરાંત અસરગ્રસ્તો માટે મોરબી જલારામ પ્રાર્થના મંદીર તથા શ્રી લોહાણા મહાજન વાડી ખાતે રહેવાની વ્યવસ્થા ઉપરાંત ભોજનની વ્યવસ્થા પણ કરવામા આવશે. મોરબી જીલ્લા ની જાહેર જનતા તથા તંત્ર ને કોઈ પણ પ્રકાર ની મદદ ની જરૂરીઆત જણાય તો ,નીચે મુજબના નંબર પર સંપર્ક કરવો.

ગીરીશ ભાઈ ઘેલાણી- ૯૮૨૫૦૮૨૪૬૮
નરેન્દ્ર ભાઈ રાચ્છ- ૯૯૨૫૯૮૫૩૯૪
ચંદ્રવદન ભાઈ પુજારા- ૯૮૨૫૨૩૩૮૯૮
ચિરાગ રાચ્છ- ૯૦૯૯૬૦૦૦૮૧
હીતેશ જાની- ૯૮૨૫૩૨૬૮૨૯
અનિલ ભાઈ સૌમૈયા- ૮૫૧૧૦૬૦૦૬૬
ભાવીન ઘેલાણી-૮૯૮૦૫૩૬૧૬૦
વિપુલ પંડીત- ૯૨૬૫૫૪૬૧૪૯
હસુ ભાઈ પંડીત-૯૭૨૭૮૯૩૭૭૫
મનોજ ચંદારાણા-૯૯૭૯૨૫૮૫૮૬
હસુભાઈ કાસુન્દ્રા- ૬૩૫૧૯૧૪૧૪૪
ચંદુભાઈ ગામી ( સરપંચ)- ૯૪૨૯૫૬૫૯૭૪
સહીતના અગ્રણીઓનો સંપર્ક કરવો. રાહત કેમ્પ પરિસ્થીતી થાળે ન પડે ત્યાં સુધી ચાલુ રાખવામા આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ,મોરબી જલારામ સેવા મંડળ દ્વારા ૨ વર્ષ પહેલા માળીયા મા સર્જાયેલ પુરની ભયાનક સ્થિતી સમયે હોસ્ટેલ મા ફસાયેલ ૨૨ બાળાઓ ને બચાવવામા આવી હતી અને સલામત સ્થળે ખસેડી રહેવા જમવા ની વ્યવસ્થા કરી તેમના પરિવારજનોને બોલાવી બાળક સાથે મિલન કરાવવામા આવ્યુ હતુ ત્યારે પ્રવર્તમાન સંભવિત વાવાઝોડા ના પગલે આ સંસ્થા દ્વારા જાહેર જનતા ઉપરાંત તંત્રને પણ તમામ પ્રકારની મદદ આપવા ની તૈયારી દર્શાવી છે.

- text

મોરબીની યુવા આર્મી દ્વારા રક્તદાનની સેવા પૂરી પડાશે

સંભવિત વાવાઝોડા ને કારણે
મોરબી મા કોઈપણ હોસ્પિટલમાં કોઈપણ બ્લડ ગ્રુપના બ્લડ ની ઈમરજન્સી જરુરીયાતને પહોંચી વળવા મોરબી યુવા આર્મીગ્રુપ ના 200થી વધુ મેમ્બર 24 કલાક સ્ટેન્ડ બાય છે.માટે મોરબી મા કોઈને બ્લડ ની ઈમરજન્સી જરુરીયાત માટે હેલ્પલાઇન નંબર પર તુરંત સંપર્ક કરો : 93493 93693

મોરબીના સેવાભાવીઓ 24 કલાક ખડે પગે રહેશે

મોરબીમાં વાયુ ચક્રવાતના વાવાઝોડા દરમિયાન આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ સાથ સહકાર ની જરુર હોય તો મોરબીના સીરામીક ઉદ્યોગપતિઓ હરેશભાઈ ગાભવા 98250 44900 , યોગી પટેલ 9879871116 નો સંપર્ક કરવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text