ન્યુ નવલખીમાં સ્થળાંતર થયેલા અસરગ્રસ્તો માટે ભોજનની વ્યવસ્થા ન કરતા રોષ

- text


રજુઆત કરવા છતાં તંત્ર ધ્યાન ન આપતા જીલા પંચાયત પ્રમુખ અને જલારામ સેવા મંડળ દ્વારા અંતે ભોજનની વ્યવસ્થા કરાઈ

મોરબી : મોરબી જિલ્લાના એક માત્ર નવલખી બંદર પરના જુમાવડી વિસ્તારના આશરે 400 લોકોને ન્યુ નવલખીમાં સ્થળાંતર કરવામાં સાવ્યું હતું પરેતું તંત્ર દ્વારા આ અસરગ્રસ્તો માટે ભોજનની વ્યવસ્થા ન કરાતા અને રજુઆત કરવા છતાં પણ તંત્ર ધ્યાન ન આપતા જીલા પંચાયતના પ્રમુખ અને જલારામ સેવા મંડળ દ્વારા અંતે આ અસરગ્રસ્તો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

- text

મોરબી જિલ્લાના એકમાત્ર નવલખી બંદર પર વાયુ વવાઝોડાની અસર થવાનો વધુ ખતરો હોવાથી તંત્ર દ્વારા આજે સવારે ત્યાંના જુમાવાડી વિસ્તારમાંથી 400 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને આ તમામ લોકોને ત્યાંના ન્યુ નવલખી વિસ્તારમાં રાખવામાં આવ્યા છે પરંતુ આ અસરગ્રસ્તો માટે આજે બપોરે સુધી તંત્રએ ભોજનની વ્યવસ્થા ન કરી હોવાની ફરિયાદ ઉઠી હતી.આ બાબતની જાણ થતાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા ત્યાં જાત તપાસ માટે દોડી ગયા હતા અને ભોજન ન મળ્યું હોવાની ખબર પડતાં તેમને આ બાબતે તંત્રનું ધ્યાન દોર્યું હતું.પણ તંત્રએ મોડે સુધી આ લોકો માટે ભોજનની કોઈ વ્યવસ્થા કરી ન હતી. આથી કિશોરભાઈ ચીખલીયા અને જલારામ સેવા મંડળે અસરગ્રસ્તો માટે ગુંદી ગાંઠિયાનો પ્રસાદ મોકલાવ્યો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text