મોરબી : નવલખી બંદરે વેરી ડેંજર સાથેનું નવ નંબરનું સિગ્નલ લગાવાયું

 

મોરબી : વાયુ વાવાઝોડું ગુજરાત ભણી આગેકૂચ કરી રહ્યું છે અને દરિયા કાંઠાના વિસ્તારોમાં આ વાવાઝોડાની અસરકારકતા દેખાઈ રહી છે.વાયુ વસવાઝોડાનો ખતરો ઉતરોતર વધતા દરિયા કાંઠા વિસ્તારોમાં ભય સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે.જેમાં હવામાન ખાતાની સુચનને પગલે મોરબી જિલ્લાના એકમાત્ર નવલખી બંદર પર વેરી ડેન્જરનું 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે

નવલખી બંદરે દરિયાઈ કાંઠામાં વાયુ વાવાઝોડાનો સંભવિત ખાતરી વધુને વધુ જોખમરૂપ લાગતા આ નવ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.નવ નંબરનું સિગ્નલ એટલે હાય એલર્ટ કરવામાં આવ્યું છે.આજે કેપટન દ્વારા આ સિગ્નલ લગાવીને હાય એલર્ટ કરવામાં આવ્યું છે.જોકે આ વાવાઝોડું સવાર સુધીમાં આ દરિયાઈ કાંઠે પહોંચી શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં અંદાજીત સ્થળાંતરિતની સંખ્યા 3 હજારથી વધીને 7 હજાર સુધી પહોંચી ગઈ છે.ત્યારે નવલખી બંદરે હાય એલર્ટ થયા બાદ સમગ્ર તંત્ર દ્વારા પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા આવી રહી છે.