મોરબી : નેશનલ હાઇવે ઓથોરિટી પણ વાવાઝોડાને લઈને તૈયાર : હેલ્પલાઈન નંબરો જાહેર કરાયા

મોરબી : વાયુ ચક્રવાતના કારણે જો રોડ-રસ્તા અવરોધાય તો ત્વરિત કામગીરી કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે.

વાંકાનેર બાઉન્ડ્રીથી લઈ ગાળા ગામ સુધીના 72 કિલોમીટરના હાઇવે પર કોઈ પણ જાનહાની કે નુકશાન જણાય તો એ માટે ઇમરજન્સી નંબરો જાહેર કરાયા છે. આ ઉપરાંત કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા નેશનલ હાઈવેની ટિમ કે જેમાં પેટ્રોલિંગ વાહન, એમ્બ્યુલન્સ, ક્રેન, જેસીબી સહિતના વાહનોને 24 કલાક સતર્ક રાખવામાં આવ્યા છે.

રોડ-રસ્તા અવરોધાય કે અન્ય કોઈ આકસ્મિક જરૂરિયાત માટે કન્ટ્રોલ રૂમ હેલ્પલાઇન નંબર 9373162601, એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર 9373162602 તેમજ પેટ્રોલિંગ હેલ્પલાઇન નંબર 9373162604 જાહેર કરવામાં આવ્યા છે.

ઉલકેખનિય છે કે હાલમાં પેટ્રોલિંગ ટિમ પુરા રોડ પર 24 કલાક દરમ્યાન પાંચ રાઉન્ડ લગાવે છે. અને રોડ-રસ્તાનો ઉપીયોગ કરનાર દરેક વાહન ચાલકને ત્વરિત અને પૂરતી મદદ મળી રહે એ માટે પ્રયત્નશીલ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne