મોરબી જિલ્લાના અધિકારીઓ સાથે વાવાઝોડા અંગેની સમીક્ષા બેઠક કરતા મંત્રી બાવળીયા

 

મંત્રી બાવળીયા સાથે પૂર્વ ધારાસભ્ય અમૃતિયા અને જિલ્લા વહીવટી તંત્ર સાથે નવલખી બંદર આસપાસના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો

મોરબી : મોરબી જિલ્લામાં વાયુ વાવાઝોડાની સંભવિત અસરને લઈને રાજ્ય સરકારની ખાસ સૂચનાને પગલે પરિસ્થિતિને પહોંચી વળવા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજથી ત્રણ દિવસ માટે મોરબી મુકામ કર્યો છે.તેમણે આવતા વેંત જ મોરબીના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને રાહત અને બચાવની કામગીરીની જાત સમીક્ષા કરી હતી. મંત્રી બાવળીયા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને મોરબી જિલ્લા વહીવટી તંત્ર સાથે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકતે દોડી ગયા હતા.તેમને વાવાઝોડાની સૌથી વધુ અસર થાય તેવા નવલખી બંદર આસપાસના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ત્યાંની સંપૂણ સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.બાદમાં તેમણે મોરબીના સર્કિટ હાઉસ ખાતે સંભવિત વાવાઝોડાની અસર અંગે જિલ્લાના તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી અને તેમણે ઝીરો કેઝ્યુઅલ્ટી સાથે જાનમાલને ઓછામાં ઓછું નુકશાન થાય તે માટે તકેદારી રૂપે તમામ પગલાંઓ લેવાની તાકીદ કરી હતી.