હળવદમાં ખનીજ ચોરી કરતા બે ડમ્પર એક ટ્રેક્ટર ને ઝડપી લેતું ખાણ ખનીજ તંત્ર

ગત મોડી રાત્રીના જીલ્લા ખાણ ખનીજ વિભાગે હળવદ નજીકથી ગેરકાયદેસર ખનીજ ભરી જતા તત્વો પર તવાઈ બોલાવતા ખનીજચોરોમાં ફફડાટ

હળવદ : ગત મોડી રાત્રીના મોરબી જિલ્લા ખાણ ખનીજની ટીમ દ્વારા હળવદ પંથકમાં ખનીજચોરી પર લગામ લગાવવા માટે ઓચિંતુ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં શહેરની માળીયા ચોકડી પાસેથી સફેદ માટી ભરેલા બે ડમ્ફર તેમજ એક રેતી ભરેલા ટ્રેક્ટર ને ઝડપી લઇ હળવદ પોલીસ મથકે લઈ આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગત મોડી રાત્રીના જિલ્લા ખાણ ખનીજના અધિકારી ભાદરકા ,સાહિલભાઈ ,મહેશભાઈ, સહિતની ટીમ દ્વારા હળવદ પંથક મા વ્યાપક પ્રમાણે ચાલતી ખનીજચોરીને ડામવા ઓચિંતા ચેકિંગ હાથ ધર્યું હતું.જેમાં સફેદ માટી ભરી ધાંગધ્રા તરફથી આવતા બે ડમ્પર તેમજ રેતી ભરેલા એક ટ્રેક્ટરને ઝડપી લીધા હતા.આ સાથે રૂ.૨૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયેલા ત્રણેય વાહનોને હળવદ પોલીસ મથકે લઈ આવી ખનીજનો મેમો આપ્યો હોવાનો જાણવા મળ્યું છે જ્યારે બીજી તરફ ખનીજ વિભાગની મોડીરાત્રીના કરેલી કામગીરીને લઇ ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ,ખનિજ વિભાગ હળવદ પંથકમાં બેફામ થતી ખનિજચોરી અટકાવવા અવિરતપણે કાર્યવાહી ચાલુ રાખશે કે કેમ?

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne