વાવાઝોડાના પગલે મોરબી જિલ્લામા 8607 લોકોનું સ્થળાંતર

- text


 

લોકોને આશ્રય સ્થાનોમાં આશરો અપાયો, ભોજન સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ

મોરબી : વાવાઝોડાના પગલે મોરબી જિલ્લામા કોઈ જાનહાની ન સર્જાઈ તે માટે તંત્ર કમર કસી રહ્યું છે. જેના ભાગરૂપે જિલ્લામા 8607 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

- text

વાયુ વાવાઝોડું આજે રાતના સમયે ગુજરાતમાં પ્રવેશવાનું છે. જેની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા વહીવટી તંત્રએ અન્ય સરકારી વિભાગો સાથે સંકલન સાધીને નીચાણ વાળા ગામો તેમજ દરિયાથી નજીકના ગામોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં અત્યાર સુધીમાં 8607 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 3698 લોકોએ સ્વૈચ્છિક રીતે સ્થળાંતર કર્યું હતું. જ્યારે 4909 લોકોને જરૂરી માર્ગદર્શન પુરું પાડીને તંત્રએ સ્થળાંતર કરાવ્યું હતું.

માળિયા તાલુકામાંથી 4838, મોરબી તાલુકામાંથી 1920, ટંકારા તાલુકામાંથી 194, હળવદ તાલુકામાંથી 321, વાંકાનેર તાલુકામાંથી 1334 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સાથે આ તમામ લોકો માટે ભોજન સહિતની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.

- text