માળિયાના 15 ગામોમાંથી 4545 લોકોનું કરાશે સ્થળાંતર

- text


 

રાતના સમયે 160 માછીમારોને સુરક્ષિત સ્થળે ખસેડાયા : મામલતદાર કચેરી આખી રાત ધમધમી : દરિયાકાંઠાના વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ

માળિયા : વાવાઝોડાના પગલે માળિયાના 15 ગામોમાંથી 4545 લોકોનું બુધવારે સવારે સ્થળાંતર કરવામાં આવનાર છે. ઉપરાંત 160 જેટલા માછીમારોનું મંગળવારે રાતના સમયે જ સ્થળાંતર કરી નાખવામાં આવ્યું હતું. વ્યવસ્થા સંદર્ભે મામલતદાર કચેરી આખી રાત ધમધમવાની છે. ઉપરાંત સુરક્ષા અર્થે દરિયાકાંઠા વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ પણ કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે.

વાવાઝોડું વાયુ ગુરુવારે સવારે ગુજરાતમાં ત્રાટકવાનું છે. ત્યારે માળિયા નજીક આવેલ નવલખી બંદરે પણ તેની સંભવત અસર થવાની હોવાથી તંત્ર સુરક્ષા વ્યવસ્થા માટે કમર કસી રહ્યું છે. ત્યારે માળિયા તાલુકાના નીચાણ વાળા 15 ગામોમાંથી 4545 લોકોનું ગુરુવારે સ્થળાંતર કરવામાં આવનાર છે. જો કે 160 માછીમારોનું બુધવારે મોડી રાત્રે જ સ્થળાંતર કરી નાખવામાં આવ્યું છે.

- text

વધુમાં મળતી માહિતી પ્રમાણે માળિયા પંથકમાં સ્થળાંતરની કામગીરીમાં વાહનોની ભારે અછત દેખાઈ રહી છે. ઉપરાંત હાલ એસઓજી અને બંદરના અધિકારીઓ દરિયાકાંઠે સઘન પેટ્રોલીંગ કરી રહ્યા છે. જ્યારે માળિયા પોલીસની ગેરહાજરી હોવાનું સ્થાનિક સુત્રોમાંથી જાણવા મળ્યું છે. વધુમાં માળિયા તાલુકાના માલતદાર નિનામાંએ બુધવારે રાતવાસો પોતાની કચેરીમાં જ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.ફાઇલ તસ્વીર

- text