ટીકરની બ્રાહ્મણી નદી પરના પુલમાં પડ્યા ગાબડાં : વાહન વ્યવહાર બંધ કરાવાયો

મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યા : તાત્કાલિક સમારકામ કરવા સુચનાઓ આપતા કલેકટર

હળવદ : હળવદ તાલુકાના ટીકર ગામે આવેલ બ્રાહ્મણી નદી પરનો પુલ પાછલા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોય જેને યોગ્ય કરવા ગામના સરપંચ દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવીહોય પરંતુ આજદિન સુધી સમારકામ ન થતાં આજે અંતે પુલમાં ગાબડા પડતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.

ત્યારે આ પુલમાં ગાબડાં પડવાના બનાવને પગલે હળવદ મામલતદાર વી.કે સોલંકી ઘટના સ્થળે દોડી આવી જીલ્લા કલેકટર શ્રી માકડીયાને જણાવતા કલેકટર દ્વારા તાત્કાલિક પુલના સમારકામ માટે આ આર એન બી અધિકારીઓને તાકીદ કરી હોવાનું જાણવા મળ્યું છે

તાલુકાના ટીકર(રણ) ગામ પાસેથી પસાર થતી બ્રાહ્મણી નદી માં પાણી આવે ત્યારે લોકોને ગામમાં જવા માટે તેમજ ઘાટીલા,વેજલપર,મંદરકી, ખાખરેચી સહિતના ગામ લોકોને પણ હળવદ થી પોતાના ગામ જવા માટે પુલ બાંધવામાં આવ્યો હતો જે છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોય જેનું સમાર કામ કરવામાં આવે તેવી માંગ સાથે લાગતા-વળગતા અધિકારીઓને સરપંચ સંગીતા બેન પટેલ દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ આજદિન સુધી સમારકામ ન થતા આજે પુલમાં ગાબડા પડયા હતા જેના કારણે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ અંગે ગામના સામાજિક અગ્રણી વિજયભાઈ પટેલએ હળવદ મામલતદાર ને જણાવતા મામલતદાર વી કે સોલંકી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી બનાવનું નિરીક્ષણ કરી જિલ્લા કલેક્ટરને જાણ કરી હતી જેથી કલેક્ટર દ્વારા તાત્કાલિક આર એન બી ના અધિકારીઓને સૂચનાઓ આપી વહેલા માં વહેલી તકે સમારકામ કરવા જણાવ્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે જો વરસાદ પહેલા પુલનું સમારકામ કરવામાં નહીં આવે તો વરસાદને પગલે બ્રાહ્મણી નદીમાં આવતા પાણીના કારણે ટીકરના ગ્રામજનો હળવદ થી સંપર્ક વિહોણા બની જશે તે નરૂ સત્ય છે.