હળવદમાં ફોરેસ્ટ ટીમે રણકાંઠાના વધુ 30 અગરિયાઓનું સ્થળાંતર કર્યું

હળવદની ફોરેસ્ટર ટીમ માળીયા અને હળવદના દરિયાઈ પટ્ટી વિસ્તારો ખુંદી વળી સલામતીના પગલાં લીધા

હળવદ : હળવદ અને માળિયાના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વાયુ વવાઝોડાનો ખતરો હોવાથી હળવદની ફોરેસ્ટર ટીમે ગત રાત્રિથી આ વિસ્તારો ખૂંદીને સલામતીના પગલાં ભરી રહી છે.હળવદની આ ફોરેસ્ટર ટીમે હળવદ અને માળિયાના દરિયાઈ પટ્ટી વિસ્તારમાંથી માછીમારો અને અગરિયા મળીને આશરે કુલ 30 જેટલા લોકોનું સ્થળાંતર કર્યું છે.

હળવદના રેન્જ ફોરેસ્ટર ઓફિસર ડઢાણીયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે , હળવદ અને માળિયાના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વાયુ વવાઝોડાનો ખતરો વધુ છે. તેથી મામલતદારનજ સૂચનાને પગલે હળવદ ફોરેસ્ટર વિભાગની ટીમના આ રેન્જ ઓફિસર સહિત 8ના સ્ટાફની ટીમ આ બન્ને અસરગ્રસ્ત વિસ્તારમાં રાત્રિથી જ મુકામ કર્યો છે અને આજ સવાર સુધીમાં હળવદના રણકાંઠાના ટિકર, માનગઢ, માળિયાના દરિયાઈ પટ્ટીના વિસ્તારો હરિપર અને નવલખી બંદર સુધીના વિસ્તારમાં માછીમારો તથા અગરિયાઓ મળીને કુલ 30 લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાતર કર્યું છે.આ અસરગ્રસ્ત લોકો માટે માળિયાના દેવ સોલ્ટ ગ્રુપ અને જયદીપ ગ્રુપ તરફથી ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.ત્યારે આ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં હજુ પણ કોઈ ફસાયું હોય તો તેને સલામત સ્થળે ખસેડવા માટે હળવદની ફોરેસ્ટર ટીમ પ્રયત્નશીલ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne