ટંકારાના પાંજરાપોળમાં પશુ -પંખીની ઈમર્જન્સી સારવાર અને ધાસ ચારાની વ્યવસ્થા કરાઈ

- text


સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા પશુ આરોગ્ય કેન્દ્રના સહયોગથી આ વ્યવસ્થા ઉભી કરાઇ

ટંકારા : ટંકારામાં પશુ આરોગ્ય કેન્દ્રના સહયોગથી પાંજરાપોળ ખાતે અબોલ પશુ પક્ષીઓ માટે ઈમરજન્સી સારવાર અને ઘાસચારાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા માટે અબોલ જીવો માટે આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

વાયુ વાવાઝોડું જ્યારે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ટંકારાના પશુ આરોગ્ય કેન્દ્ ના ડો ઉધરેજાની અધ્યક્ષતામાં ટંકારા પાંજરાપોળ ખાતે ઈમર્જન્સી સેવા હેઠળ રહેવા તથા સારવાર અને ધાસચારો તેમજ પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.સાથેસાથે હાઈવે પર કે કોઈ પણ જગ્યા એ પશુ પક્ષી કે અબોલ જીવ ધાયલ થાય તો સંચાલક રમેશભાઈ ગાંધી નો સંપર્ક કરવા જણાવ્યું છે. ટંકારામાં વાવાઝોડામાં સૌથી વધુ અસરગ્રસ્ત થાય તો અબોલ જીવક માટે તાત્કાલીક સેવા આપી શકાય તે માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

 

- text