વાયુ વવાઝોડાની ઇફેક્ટ : મોરબીમાં તેજ પવન અને ધૂળની ડમરીઓ સાથે છાંટા પડ્યા

વાતાવરણમાં બપોર પછી એકાએક જોરદાર પવન ફૂંકાયો : વાતાવરણની વિચિત્ર સ્થતી : થોડીવારમાં વાતાવરણની ઇફેક્ટ શાંત પડી ગઈ

મોરબી : વાયુ વાયઝોડાની અસર થઈ હોય તેમ આજે બપોરના સમયે મોરબી જિલ્લામાં વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે.જોરદાર પવન ફૂંકતા ધૂળની ડમરીઓ ઉડી હતી.ગોરભાયેલા વાતાવરણ વચ્ચે મોરબી જિલ્લાના ટંકારા, માટેલ રોડ, મોરબીમાં છાટા પડ્યા હતા અને ભારે ગાજવીજ તથા પવનની આંધી સાથે વંટોળીયો ચડ્યો હતો.આ સાથે વાતાવરણ દૂધળું બન્યુ છે.

ગુજરાતમાં તેજ ગતિએ વાયું વાવઝોડું આગળ વધી રહ્યું છે મોરબી જિલ્લામાં વાયુ વાવાઝોડાની અસર વર્તાય હતી જેમાં આજે બપોરે વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો હતો આકાશમાં કાળા ડિબાંગ વાદળોથઈ વાતાવરણ ગોરભાઇ ગયું હતું અને એ સાથે જોરદાર પવન ફૂંકવાનો શરૂ થઈ ગયો છે.અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે વટોળીયાની આંધી ફેલાઈ હતી.તેમજ કેટલાક સ્થળોએ વરસાદ પડવાનું શરૂ થઈ ગયું હોવાનું જાણવા મળે છે.મોરબી અને ટંકારામાં ભારે પવન સાથે છાટા પડ્યા હતા અને હજુ છાટા ચાલુ રહ્યા છે .જોકે આજે બપોરે વાતાવરણની સ્થિતિ વિચિત્ર જોવા મળી હતી.જેમાં થોડીવારમાં પવનની ગતિ એકદમ ઘટી ગઈ હતી અને વંટોળીયો શાંત પડી ગયો છે.જ્યારે ટંકારમાં પ મિમી જેવો વરસાદ પડ્યો હોવાની જાણવા મળે છે.વાતાવરણ અત્યારે સ્થિર થયેલું જોવા મળે છે અને બફારો તથા ઉકળાટ જોવા મળી રહ્યો છે.તેમજ વીજળી પણ ગુલ થઈ ગઈ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne