વાંકાનેરમાં વાયુ વાવાઝોડાની આગમચેતી રૂપે જીતુભાઈ સોમાણી દ્વારા રાહત છાવણી શરૂ કરાઈ

વાંકાનેર નગરપાલિકા સ્ટાફ, ગર્લ્સ સ્કૂલ સ્ટાફ અને જીતુભાઈ ના કાર્યકરો રાહત છાવણીની કામગીરીમાં લાગ્યા

વાંકાનેરમાં વાયુ વાવાઝોડાની અસર થી જાનમાલને નુકસાન ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આગમચેતી રૂપ પગલાં લઇ રહ્યા છે સાથોસાથ તંત્રની સાથે કામગીરી માટે સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ પણ કામગીરી કરી રહી છે વાંકાનેર માં નગરપાલિકા અને જીતુભાઈ સોમાણી દ્વારા વાવાઝોડા અને વરસાદને કારણે નુકસાન ન થાય અને લોકો હાલાકીનો ભોગ ન બને તે માટે આગમચેતી રૂપ પગલાં લઇ રહ્યા છે જેમાં નગરપાલિકા દ્વારા આજે ૨૪ કલાક પીવાનું પાણી વિતરણ ચાલુ રાખવામાં આવશે જેથી લોકોએ પાણીનો સંગ્રહ કરી રાખવો આ ઉપરાંત નગરપાલિકા દ્વારા મોટા હોર્ડીંગો ઉતારવાનું પણ ચાલુ કરવામાં આવેલ છે જેથી પવનની ગતિ વધુ હોય તો હોર્ડિંગના લીધે કોઈ જાનહાની ન થાય. એ ઉપરાંત નગરપાલિકા દ્વારા જેસીબી, ટ્રેક્ટર, ક્રેન, ફાયર ફાઈટર વગેરે સ્ટેન્ડ-ટુ હાલતમાં તૈયાર રાખેલ છે. વાંકાનેર શહેરી વિસ્તારમાં અસરગ્રસ્ત સંભવિત વિસ્તારો જેમકે કુંભારપરા, દેવિપુજક વાસ, સીટી સ્ટેશન પાસે તેમજ મચ્છુ નદીના બંને કાંઠા વિસ્તારમાં રહેતાં લોકોને સ્થળાંતર પ્રક્રિયા હાથ ધરેલ અને કેમ્પમાં સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવેલ છે.

અસરગ્રસ્તો માટે જીતુભાઈ સોમાણી દ્વારા વાંકાનેરમાં ત્રણ જગ્યાએ કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં સ્ટેચ્યુ પાસે આવેલ ગર્લ્સ હાઈસ્કૂલમાં, દિવાનપરામાં લોહાણા વાડીએ તેમજ માર્કેટ ચોકમાં આવેલ જીતુભાઈના કોમ્પલેક્ષમાં અસરગ્રસ્તો માટે રહેવાની તેમજ જમવાની સગવડતાઓ કરવામાં આવેલ છે.વાંકાનેર પૂર્વ નગરપાલિકા પ્રમુખ જીતુભાઈ સોમાણી દ્વારા વાંકાનેર શહેર તેમજ વાંકાનેર તાલુકાના કોઈપણ ગામમાં રહેતાં લોકોને કે જેને વાવાઝોડામાં કે વરસાદથી તકલીફ થાય તેમ હોય તે લોકોએ આ સુરક્ષિત કેમ્પમાં આવી જવા અનુરોધ કરવામાં આવેલ છે.આ ઉપરાંત વાવાઝોડા દરમિયાન કોઈપણ જાતની તકલીફ હોય કે મદદની જરૂર હોય તો નીચેના નંબર પર સંપર્ક કરવો

વાંકાનેર નગરપાલિકા કંટ્રોલરૂમ ૦૨૮૨૮૨૨૦૫૫૭
નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા ૯૮૨૫૨૨૪૦૦૦
જીતુભાઈ સોમાણી ૯૬૩૮૯૯૦૯૦૯
દિપક સિંહ ઝાલા ૯૨૬૫૯૬૮૩૯૬
મહેશભાઈ ૯૭૧૨૮૦૯૯૧૦
અશોકભાઈ ૯૭૨૨૫૦૦૧૭૦

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne