મોરબીમા ટાવરમાંથી 24 બેટરીની ચોરી

- text


મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ એક કંપનીના ટાવરમાંથી 24 બેટરીની ચોરી થઈ હોવાનો બનાવ પ્રકાશમા આવ્યો છે. આ મામલે એ ડિવિઝન પોલીસે તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના કન્યા શાળા રોડ ઉપર તપોવન સ્કૂલ સામે આવેલા ઇન્ડેક્સ કંપનીના ટાવરમાંથી કોઈ અજાણ્યો શખ્સ 24 બેટરી ચોરી ગયો હતો. આ મામલે કંપનીના કર્મચારી અશોકભાઈ રાઠોડે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text