ટંકારામાં સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ

- text


રાહત અને બચાવની કામગીરી માટે તૈયાર રહેવા તમામ અધિકારીઓને મામલતદારે સૂચના આપી : શાળા અને આંગણવાડીમાં બે દિવસની રજા જાહેર કરાઈ

ટંકારા : સૌરાષ્ટ્ર – કચ્છ તરફ વાયુ વાવાઝોડાનો ખતરો વધી રહ્યો છે ત્યારે ટંકારામાં સંભવિત વાયુ વાવઝોડાને પહોંચી વળવા માટે મામલતદારે તમામ અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહીને હેડ ક્વાર્ટર ન છોડવાનો આદેશ આપ્યો છે.તેમજ સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા રાહત અને બચાવની કામગીરી માટે તૈયાર રહેવાની કડક સૂચના આપી છે. ટંકારા તાલુકા પંચાયત ખાતે “વાયુ” વાવાઝોડાને અનુલક્ષીને તાલુકા વિકાસ અધિકારી એન.એમ.તરખાલા, મામલતદાર બી.કે.પંડ્યા દ્વારા સંબધિત તંત્ર સાથે મિટીંગ કરી ગામોનાં તલાટી કમ મંત્રી તથા રેવન્યુ તલાટીને હેડક્વાટરના છોડવા, કાચા મકાનો ખાલી કરાવી સ્થળાંતર કરાવવા, તરવૈયાઓ તૈયાર રાખવાની સૂચના આપી હતી . શાળાના વિદ્યાર્થીઓને રજા અને આકસ્મિક સમયે કાર્ય અંગે ચર્ચા કરી હતી. કોઈ ગામોમાં ઈમર્જન્સી જરૂર પડે તો કંટોલરૂમના નંબર 02822287675 પર મદદ લેવા અનુરોધ કર્યો છે.સાથે શાળા અને આંગણવાડી કેન્દ્રો પર બે દિવસની રજા જાહેર કરી છે.

- text

વાયુ વાવાઝોડું જ્યારે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે.ત્યારે ટંકારામાં તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓનો પ્લાન બનાવાયો છે. અને તાત્કાલિક સારવારથી લોકોને મદદ અને જાગૃત કરી દેવા સુચના આપી છે. તો વિજતંત્ર દ્વારા પણ આકસ્મિક ધટના ન બને માટે તૈયારી કરી હોવાનું નાયબ ઈજનેર સોજીત્રા એ જણાવ્યું હતું.સાથે તાત્કાલિક સંપર્ક માટે 9925209179 અથવા 02822 287762 પર સંપર્ક સાધવાનું જણાવાયું છે.

- text