હળવદના ચરાડવા ગામે જુગાર રમતા 3 પકડાયા : 3 ફરાર

હળવદ : હળવદના ચરડવા ગામે જુગાર રમતા 3 શખ્સોને પોલીસે રૂ. 11500ની રોકડ મળીને કુલ રૂ. 2.17 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે નાસી છૂટવામાં સફળ રહેલા અન્ય 3 શખ્સોને પકડવા પોલીસે તપાસ આદરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે જુગાર રમતા ભરત ચતુરભાઈ સોલંકી, સુરેશ સવજીભાઈ દેલવાણીયા અને મહેશ લાલજીભાઈ સોલંકીને 11500ની રોકડ મળીને કુલ રૂ. 2.17 લાખના મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે પોલીસની રેડ દરમિયાન નાસી છૂટવામાં સફળ રહેલા હરગોવિંદ દલાભાઈ સોલંકી, પ્રેમજી જીવાભાઈ સોલંકી અને અજિત વિરુભાઈ સામે પણ પોલીસે ગુનો દાખલ કરી તેઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne