મોરબી : બી.આર.સી. ભવન દ્વારા શાળા તત્પરતા તાલીમ વર્ગ યોજાયો

બી.આર.સી. તથા સી.આર.સી. કો ઓર્ડિનેટરને ટેબ્લેટ વિતરણ સમારોહ યોજાયો

મોરબી : બી.આર.સી.ભવન તેમજ તાલુકા શાળા નં -1 મુકામે તાલુકાની તમામ સરકારી શાળાઓના ધોરણ 1 ના વર્ગશિક્ષકોનો “શાળા તત્પરતા” તાલીમ વર્ગ તેમજ રાજ્યના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અંતર્ગત તાલુકાના બી.આર.સી.કો ઓર્ડિનેટર અને તમામ સી.આર.સી.કો ઓર્ડિનેટરને ટેબ્લેટ વિતરણ સમારોહ યોજાયો હતો.

તારીખ 10 જૂનથી રાજ્યની તમામ શાળાઓમા ઉનાળું વેકેશન પૂર્ણ થતાં વિદ્યાર્થીઓના અભ્યાસનો શુભારંભ થયો છે. ત્યારે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત 100 % નામાંકન ને સાર્થક કરવા માટે સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવ આગામી 13 થી 15 જૂન દરમ્યાન આયોજિત થશે. જેમાં રાજ્ય સરકારનું સમગ્ર મંત્રીમંડળ તેમજ રાજ્ય, જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ અને અધિકારીઓ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં જઈને ધો. 1માં પ્રવેશપાત્ર બાળકોને શાળા પ્રવેશ કરાવશે. નામાંકન બાદ સ્થાયીકરણ અને ગુણવત્તાના હેતુને સાર્થક કરવાના ભાગ સ્વરૂપે ધો.1ના બાળકોને શરૂઆતથીજ શાળામાં આવવું ગમે અને બાળક શાળાના વાતાવરણ સાથે તાદાત્મ્ય સાધે તે માટે ધો.1 ના બાળકોને અભ્યાસના શરૂઆતના દિવસો દરમ્યાન શાળા તત્પરતાની પ્રવૃત્તિઓ કરાવી તેમને શાળામાં પૂરતું ગમતું વાતાવરણ મળી રહે તે માટે શાળાઓ ખુલતાની સાથે જ તા.11 જૂનના રોજ બી.આર.સી.ભવન અને તાલુકા શાળા નં-૧ ખાતે કુલ-૪ વર્ગોમાં તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓના ધો.1 ના વર્ગશિક્ષકોને શાળા તત્પરતાની પ્રવૃતિઓ અંગેનો તાલીમ વર્ગ જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગર દ્વારા પ્રેરિત, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન -રાજકોટ અને બી.આર.સી.-મોરબી દ્વારા આયોજિત “શાળા તત્પરતા” તાલીમ વર્ગ યોજાયો હતો.
આ ઉપરાંત તા.9 જૂનના રોજ ગાંધીનગર મુકામે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે પ્રાથમિક શિક્ષણ ના જુદા જુદા પ્રકલ્પોનો શુભારંભ કરવામાં આવ્યો. જે અંતર્ગત રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકો પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે સીધા જ ટેકનોલોજીના માધ્યમથી ટેબ્લેટથી ઓનલાઈન રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ સાથે જરૂરી સંકલન સાધી માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે તે હેતુ સબબ રાજ્યના તમામ બી.આર.સી. તેમજ સી.આર.સી. કો ઓર્ડિનેટરને શિક્ષણ વિભાગ તરફથી ટેબ્લેટ ફાળવવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી તાલુકાના બી.આર.સી.તેમજ તમામ સી.આર.સી.કો ઓર્ડિનેટર ને ટેબ્લેટ વિતરણનો કાર્યક્રમ કમ સમારોહ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખના અધ્યક્ષ સ્થાને, તેમના વરદ હસ્તે ટેબ્લેટ વિતરણનો કાર્યક્રમ બી.આર.સી.ભવન-મોરબી મુકામે આયોજિત થયો હતો. જેમાં મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.બી હૂંબલ અને ડાયેટના લેકચરર અને મોરબી તાલુકા ના લાયજન અધિકારી ડો.સંજયભાઈ મહેતાએ હાજરી આપી હતી. આ બંને કાર્યક્રમોને સફળ બનાવવા માટે મોરબી બી.આર.સી.કો ઓર્ડિનેટર અને મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઈ બી.આદ્રોજા તથા વર્ગસંચાલક અને તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne