મોરબી : રાજકોટથી જાપ્તામાંથી ફરાર આરોપીને પકડી પાડતું એ ડિવિઝન

- text


મોરબી : પડધરી જ્યુડિશિયલ કોર્ટમાં લૂંટનો આરોપી વજેસિંગ રાજેસીંગ ચૌહાણ(ઉ.વ. 30, રહે. રાણપુર) મુદ્દત પૂરી કરીને ST ડેપો, રાજકોટ ખાતે આવ્યો હતો, ત્યાંથી કુદરતી હાજતે જવાનું કહીને બાથરૂમની દીવાલ કૂદીને નાસી છૂટ્યો હતો. જોકે પોલીસે બાતમીને આધારે તેને સિલ્વર પાર્ક સોસાયટી પાસેથી પકડી પાડ્યો હતો.

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાની સૂચના અનુસાર, નાયબ પોલીસ અધિક્ષક બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ આજે મોરબી કંટ્રોલ રૂમ તરફથી લોગ પાસ થયો કે પડધરી જ્યુડિશિયલ કોર્ટમાં લૂંટનો આરોપી વજેસિંગ ચૌહાણને રાજકોટ ખાતે ST ડેપોમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તે કુદરતી હાજતે જવાનું કહીને બાથરૂમની દીવાલ કૂદીને નાસી છૂટ્યો હોવાની લોગ વર્ધી મળતા I/C પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.આલ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વોચમાં રહેવાની સૂચના આપતા, એ ડિવિઝનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. પટેલ તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એ.એસ.આઈ. ગામેતી તથા હેડ કોન્સ્ટેબલ રસિકભાઈ કડીવાર અને કોન્સ્ટેબલ અજિતસિંહને સંયુક્ત રીતે આરોપી મોરબી સિલ્વર પાર્ક સોસાયટી પાસે હોવાની હકીકત મળતા અને હાથકડી લગાવેલી હાલતમાં જોવા મળતા કોર્ડન કરીને ખરાઈ કરવામાં આવી હતી. આરોપીએ પોતે જ વજેસિંગ છે અને કુદરતી હાજતે જવાનું કહીને ફરાર થયો હતો, તેવું કબુલ્યું હોવાથી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. પટેલ, એ.એસ.આઈ. મણિલાલ ગામેતી, હેડ કોન્સ્ટેબલ રસિકભાઈ કડીવાર, કિશોરભાઈ મિયાત્રા, શક્તિસિંહ ઝાલા, શેખાભાઇ મોરી, પોલીસ કોન્સ્ટેબલ નિર્મલસિંહ જાડેજા, રણજીતસિંહ ગઢવી, અજીતસિંહ પરમાર, ભરતભાઈ ખામ્ભરા જોડાયા હતા

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text