હળવદના રણકાંઠા વિસ્તારમાં સંભવિત વાવઝોડાના પગલે ૧૪૭ અગરીયાઓનું સ્થળાંતર

- text


 

મામલતદાર સહિતનો સ્ટાફ રણકાંઠામાં અગરિયાઓને સલામત સ્થળે ખસેડવાની આખી રાત કામગીરી કરશે

હળવદ : હળવદના રણકાંઠા વિસ્તારમાં વાયુ વાવાઝોડાની અસર થવાની સંભાવનાને પગલે તંત્ર સાબદુ બન્યું છે અને તંત્રએ હળવદના રણકાંઠાના અગરિયાઓને ઘરે પરત જવાની સૂચના આપી છે.તેમજ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા અને રાહત તથા બચાવની કામગીરી માટે ખડેપગે રહેવાનો મામલતદાર સોલંકીએ આદેશ કર્યો છે. જોકે હાલ રણકાંઠા વિસ્તારમાંથી 147 અગરિયાઓનું સ્થળતર કરવામાં આવ્યું છે અને આખી રાત આ કામગીરી ચાલશે. અરબી સમુદ્રમાં લો પ્રેશરને પગલે સૌરાષ્ટ્ર કચ્છ ઉપર વાયુ વાવઝોડું ત્રાટકે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી આપવામાં આવી છે.જોકે આ વાવાઝોડાની અસર હળવદના રણકાંઠાના વિસ્તારોમાં થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.તેથી હળવદ મામલતદાર વી.કે સોલંકી સહિતના સ્ટાફે રણ કાઠા વિસ્તારમાં ધામા નાખ્યા છે અને ૧૪૭ અગરીયાઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમજ આ કામગીરી આખી રાત દરમિયાન ચાલવાની હોવાનું મામલતદાર સોલંકીએ જણાવ્યું છે વાવાઝોડાના પગલે સ્થાનિક તંત્ર એક્શન મોડ ઉપર આવી ગયું છે.વાવાઝોડાની સંભવિત અસરને લઈને હળવદની મામલતદાર કચેરીએ તાકીદની બેઠક યોજાઇ હતી.

- text

જેમાં મામલતદારે તમામ અધિકારીઓને બે દિવસ હેડક્વાર્ટર ન છોડવા તથા રાહત અને બચાવની કામગીરી માટે તૈયાર રહેવાની સૂચના આપી છે.જેમાં હળવદના રણકાંઠાના ટિકર,માનગઢ, ખોડ,અજીતગઢ, જોગડ, સહિતના વિસ્તારોમાં વાવાઝોડાની અસર થવાની સંભાવના હોવાથી અગરિયાઓને ત્યાંથી હટી જઈને પોતાના ઘેર પાછા ફરવાની સૂચના આપીને આ કામગીરી માટે અધિકારીઓને દોડવાયા છે.જેના પગલે અધિકારીઓ આજે રાત્રીના રણકાંઠાના વિસ્તારો ખુંદી વળીને અગરિયાઓને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરી રહ્યા છે.સાથે સાથે વીજ તંત્રને પણ સ્ટેન્ડ ટું રહેવાનો આદેશ આપ્યો છે અને લોકોને સલામત સ્થળે રહેવાની અપીલ કરી છે.જ્યારે મામલતદારની સાથે સાથે ટીકીર ગામના સામાજીક અગ્રણી વીજયભાઈ પટેલ સહિતના લોકો પણ આ કામગીરી માં જોડાયા છે.

- text