મોરબીમાં સંભવિત વાયુ વાવાઝોડાને પહોંચી વળવા ફાયર બીગેડની ટીમ સ્ટેન્ડ ટુ

ફાયર બીગેડનો 40નો સ્ટાફ તમામ તૈયારીઓ સાથે ખડેપગે

મોરબી : મોરબીમાં સંભવિત વાયુ વાવાઝોડાની અસરને પહોંચી વળવા માટે કલેકટરના આદેશને પગલે ફાયર બીગ્રેડ સ્ટેન્ડ ટું છે.વાવાઝોડાને પહોંચી વળવા માટે મોરબી ફાયર વિભાગનો 40નો સ્ટાફની રાહત અને બચાવની તમામ કામગીરી માટે સજ્જ થઈ ગયો છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશરને પગલે વાયુ વવાઝોડાનો ખતરો સોરાષ્ટ્ કચ્છ તરફ વધી રહ્યો છે.તેથી મોરબી જિલ્લામાં વહીવટી તંત્ર હાઈ એલર્ટ બન્યું છે અને તમામ સ્થાનિક તંત્રને વાયુ વાવાઝોડાને પહોંચી વળવા આગોતરી તૈયારી સાથે સુસજ્જ રહેવાની કડક સૂચના આપી છે.જેના પગલે મોરબી ફાયર વિભાગની ટીમ પણ સ્ટેન્ડ ટું થઈ ગઈ છે.ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાના માર્ગદર્શન હેઠળ ફાયર બીગ્રેડના વિનયભાઈ ભટ્ટ, ડી.ડી.જાડેજા સહિતનો 40નો સ્ટાફ ખડેપગે રહ્યો છે આ ફાયર બીગ્રેડનો સ્ટાફ સંભવિત વાવાઝોડાની અસરને પહોંચી વળવા રાહત અને બચાવની કામગીરી કરવા માટે બોટ, દોરડું, રિંગ, જાકીટ હુક, સહિતના સાધનો સાથે સ્ટેન્ડ ટું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne