હળવદના રણમલપુરમા બીટી કપાસના નકલી બિયારણનું છડેચોંક વેચાણ : ભળતા નામે કરાતો ધીકતો ધંધો

- text


રણકાંઠાના ગામડાઓમાં દિન પ્રતિદિન પાયમાલ થતા ખેડૂતો : બિજ નિગમના અધિકારીઓ બેખબર

હળવદ : ચોમાસું માથે આવીને ઉભું છે. ખેડૂતો બિજ માટે દોડતાં થયા છે ત્યારે ખેડૂતોને કંપનીના ભળતા નામથી બિયારણ વહેંચાણનો ધીકતો ધંધો પણ ચાલતો હોવાના ઘણા બનાવો પ્રકાશમાં આવ્યા છે.

હળવદ તાલુકાના રણમલપુર બી.ટી કપાસના નકલી બિયારણનું એ.પી સેન્ટર હોય તેમ બેફામ રીતે શંકાસ્પદ કપાસ બિજનો ધિકતો ધંધો થઈ રહ્યો છે. આનાથી ખેડૂતોને દિન પ્રતિદિન પાયમાલ થઈ રહ્યાં છે. ત્યારે બિજ નિગમના અધિકારીઓ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે કે નહીં તેવી લોક ચર્ચાઓ જાગી છે.

હળવદ તાલુકાને નર્મદાના પાણી મળવાથી મહેનતકશ ખેડૂતો સારું ઉત્પાદન મેળવવાની આશામાં દિવસ રાત એક કરી રહ્યાં છે ત્યારે સારું અને સાચું બિયારણનું વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવવાની અપેક્ષાએ ખેડૂતો પરસેવાની કમાણીથી મોંઘા ભાવનું બિજ ખરીદે છે. પરંતુ વધુ પૈસા કમાવાની લાલચે નકલી બિયારણ પણ બજારમાં ખૂબ વેચાય છે. ખાસ કરીને રણકાંઠાના ગામડાઓમાં બી.ટી કપાસના નકલી બિયારણનો ધંધો થાય છે. રણમલપુર નકલી બિયારણના એપી સેન્ટર તરીકે પ્રખ્યાત થયું છે. જેમાં આજુબાજુના માલણીયાદ, એંજાર, બુટવડા, ધણાંદ, મંગળપૂર, કીડી સહિતના ગામોમાં નકલી બિયારણનો ધિકતો ધંધો ચાલે છે. અને વેપારીઓ ખેડૂતોને ભળતા નામથી નકલી બિયારણ પધરાવી રહ્યાં છે. ખેડૂતો પરસેવાની કમાણીથી હજારો રૂપિયાના બિયારણ ખરીદતાં હોય છે ત્યારે પોતાના અંગત સ્વાર્થ માટે કેટલાક લોકો ખેડૂતોને આત્મહત્યા કરવા મજબુર કરે છે. બીજ નિગમના અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો આજુ બાજુના વિસ્તારમાંથી નકલી બીટી કપાસ બીજનો મોટો જથ્થો ઝડપાઇ શકે તેમ છે. ખેડૂતો પરસેવાનુ સિંચન કરી ઉત્પાદન મેળવવા દિવસ રાત કાળી મજુરી કરતાં હોય છે ત્યારે માંડ માંડ બે ટંકનો રોટલો મળે છે. જેમાં રણમલપુર જેવા ગામડાઓમાંથી આજુ બાજુના વિસ્તારના ખેડૂતોને નકલી બિયારણ પધરાવી જાય ત્યારે ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવે છે. ત્યારે આવા નબળા કે નકલી બીટી કપાસના ધંધા પર બીજ નિગમના અધિકારીઓ પગલાં લેવામાં કોની શરમ રાખે છે એવા પ્રશ્નો ઊભા થયા છે. બીજ નિગમના અધિકારીઓ આવા વેપારીઓ પર કાર્યવાહી કરશે કે કેમ તેવી લોકચર્ચાઓ જાગી છે.

- text

અસલી નકલી બિયારણ કઈ રીતે પારખવુ ?

દુકાનધારક પાસે જે તે બિયારણ વેચવાનુ લાયસન્સ અને પ્રિન્સિપાલ સર્ટિફિકેટ છે કે કેમ તેની ચકાસણી કરવી. આ ઉપરાંત બિયારણની થેલીમાં સરકાર માન્ય મહોર છે કે નહીં, પેકિંગમાં વેરાયટી, બેચ નંબર, પેકિંગ તારીખ, ટેસ્ટ તારીખ, એક્સપાઈરી તારીખ, કસ્ટમ કેર નંબર, કિંમત સહિતની માહિતી લખેલી હોય છે જે ચકાસવાથી નકલી કે નબળા બિયારણથી બચી શકાય છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text