મોરબીની એલ.ઇ.કોલેજના વિધાર્થીઓને હેરાન કરવા મામલે શિક્ષણમંત્રીને રજુઆત

- text


જિલ્લા પંચાયતના પ્રમુખે શિક્ષણ મંત્રીને રજુઆત કરીને વિદ્યાર્થીઓને વિના કારણે હેરાન કરનાર સામે પગલાં લેવાની માંગ કરી

મોરબી : મોરબીની એલ.ઇ.કોલેજના વિદ્યાર્થીઓની વિના કારણે હેરાનગતિ કરી હોવાનો મામલો થોડા દિવસો પહેલા પ્રકાશમાં આવ્યો હતો.આ મામલે વિદ્યાર્થીઓએ પણ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી.ત્યારે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખે પણ શિક્ષણ મંત્રીને રજુઆત કરીને વિના કારણે વિદ્યાર્થીઓને હેરાન કરનાર જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મોરબીની એલ.ઇ.કોલેજની એન.વી.પી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને હોસ્ટેલના આસી.રેક્ટરે ખોટી રીતે હેરાન કર્યા હોવાના મામલે વિદ્યાર્થીઓએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી.જેની સામે હોસ્ટેલના આસી.રેક્ટરે આ હોસ્ટેલમાં અમુક વિદ્યાર્થીઓ ગેરકાયદે રહેતા હોય તેમની સામે નિયમોનુસાર કાર્યવાહી કરી હોવાનો ખુલાસો કર્યો હતો.ત્યારે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ શિક્ષણ મંત્રીને રજુઆત કરી હતી કે, એલ.ઇ.કોલેજના વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે હોસ્ટેલના આસી.રેક્ટરે ખોટી રીતે હેરાન કર્યા હતા.જેમાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ખોટી રીતે અડધી રાત્રે પીલીસ મથકે લઈ જઈને હેરાન પરેશાન કરવામાં આવ્યા હતા.જોકે અવારનવાર વિદ્યાર્થીઓને ખોટી રીતે હેરાન કરાતા હોવાથી તેમણે આ બાબતે શિક્ષણ મંત્રીને રજુઆત કરી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text