મોરબીમાં વાયુ ચક્રવાત માટે એલર્ટ જાહેર કરાયું : લોકોને સાવધ રહેવા લાઉડ સ્પીકર પર સૂચના અપાઈ

- text


મોરબી : ભારતીય દક્ષિણ મહાસાગરમાં ઉદ્દભવેલ હવાનું લોપ્રેસર ચક્રવાતમાં પરિવર્તિત થઈ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આવીને ખાનાખરાબી સર્જવાની આશંકાને કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ કલેકટર સહિતના ઓફિસરો અને ફાયરબ્રિગેડના કર્મચારીઓ, મામલતદાર, ટીડીઓ, પ્રાંત અધિકારીઓની રજા તાત્કાલિક અસરથી કેન્સલ કરી દીધી છે અને હેડ ક્વાર્ટર ન છોડવાનો આદેશ કર્યો છે. ત્યારે મોરબી ફાયર ચીફ ઓફિસર તરફથી મોરબીવાસીઓને આવનારા સંભવિત વાવાઝોડા અંગે સાવચેત કરવા શહેરમાં લાઉડ સ્પીકર મારફતે જાહેરાત કરી છે.

મોરબી અપડેટની ચીફ ઓફિસર સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે 12 જૂનથી 24 કલાક માટે લોકોને સાવધ રહેવા સૂચના અપાઈ રહી છે. જે પ્રમાણે “વાયુ” નામનું આ ચક્રવાતી વાવાઝોડું કલાકના 100 કિલોમીટરની ગતિથી ત્રાટકી શકે છે. આથી આવા સમયે ઇલેક્ટ્રિકના થાંભલા કે ઇલેક્ટ્રિકની હેવી લાઈન, વૃક્ષો, નાના-મોટા હોર્ડિંગો, જર્જરિત મકાનો નીચે આશરો ન લેવો. બની શકે તો ઘરમાં જ રહેવું. નદીના પટમાં અવર જવર ન કરવી અને નદીના પટમાં રહેતા લોકોએ પટથી દૂર જતા રહેવું. કોઈ પણ આકસ્મિક જરૂરિયાત માટે કે કોઈને રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિમાં મોરબી ફાયરબ્રિગેડનો સંપર્ક સાધવો.

- text

વધુમાં ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે કોઈ પણ આકસ્મિક પરિસ્થિને પહોંચી વળવા મોરબીમાં નગરપાલિકા કોમ્યુનિટી હોલ, નંદકુવરબા ધર્મશાળા તથા વી.સી.ફાટક પાસે આવેલી ગર્લ્સ હાઈસ્કૂલમાં રાહત છાવણી રાખવામાં આવી છે. હાલ તો આ ‘વાયુ” નામનું ચક્રવાતી વાવાઝોડું મોરબીથી 740 કિમી. દૂર છે જે આવતી કાલે બુધવાર થી ગુરુવાર દરમ્યાન મોરબી સુધી અસર કરે એવી આશંકા હાલ દર્શાવાઇ રહી છે. આમ છતાં પળ પળ બદલતી રહેતી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. લોકોને પોતાના મોબાઈલ જેવા ઉપકરણો ચાર્જ રાખવા તેમજ ખોટી અફવાઓથી ભરમાવવું નહિ તેમજ ખોટી અફવાઓ ન ફેલાવવા પણ તાકીદ કરાઈ છે. સરકારી તંત્ર પુરી રીતે સુસજ્જ છે આથી નાહકના ગભરાયા વગર શાંતિ જાળવી તંત્રને સહકાર આપવો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text