વાયુ ચક્રવાતી વાવાઝોડું મોરબીથી 740 કિમી દૂર : મોરબીમાં NDRFની ટીમો બોલાવી લેવાય

- text


જિલ્લા કલેકટરે મીડિયાને આપી વિસ્તૃત માહિતી : મોરબી જિલ્લાના કુલ 348 ગામો પૈકી 39 ગામો અને તેના 5953 નાગરિકોને આ વાવાઝોડા સંભવિત અસર થઈ શકે છે : તંત્ર સાબદું

મોરબી : ભારતીય દક્ષિણ મહાસાગરમાં ઉદ્દભવેલ હવાનું લોપ્રેસર ચક્રવાતમાં પરિવર્તિત થઈ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આવીને ખાનાખરાબી સર્જવાની આશંકાને કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ કલેકટર સહિતના ઓફિસરો અને ફાયરબ્રિગેડના કર્મચારીઓ તેમજ મામલતદાર, ટીડીઓ, પ્રાંત અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપી જેઓ રજા પર હોય તેઓની રજા તાત્કાલિક અસરથી કેન્સલ કરી દીધી છે.

ત્યારે મોરબી જિલ્લા કલેકટર તરફથી મોરબીવાસીઓને આવનારા સંભવિત વાવાઝોડા અંગે સાવચેત કરવા એક પ્રેસ કોન્ફ્રાન્સ સંબોધી હતી.

મોરબી જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે 12 જૂનથી 24 કલાક માટે લોકોને સાવધ રહેવા સૂચના અપાઈ રહી છે. જે પ્રમાણે “વાયુ” નામનું આ ચક્રવાતી વાવાઝોડું કલાકના 100 કિલોમીટરની ગતિથી ત્રાટકી શકે છે. આથી આવા સમયે ઇલેક્ટ્રિકના થાંભલા કે ઇલેક્ટ્રિકની હેવી લાઈન, વૃક્ષો, નાના-મોટા હોર્ડિંગો, જર્જરિત મકાનો નીચે આશરો ન લેવો. બની શકે તો ઘરમાં જ રહેવું. નદીના પટમાં અવર જવર ન કરવી અને નદીના પટમાં રહેતા લોકોએ પટથી દૂર જતા રહેવું. કોઈ પણ આકસ્મિક જરૂરિયાત માટે કે કોઈને રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિમાં મોરબી ફાયરબ્રિગેડનો સંપર્ક સાધવો.

વધુમાં કલેકટરે જણાવ્યું હતું કે કોઈ પણ આકસ્મિક પરિસ્થિને પહોંચી વળવા મોરબીમાં નગરપાલિકા કોમ્યુનિટી હોલ, નંદકુવરબા ધર્મશાળા તથા વી.સી.ફાટક પાસે આવેલી ગર્લ્સ હાઈસ્કૂલમાં રાહત છાવણી રાખવામાં આવી છે. હાલ તો આ ”વાયુ” નામનું ચક્રવાતી વાવાઝોડું મોરબીથી 740 કિમી. દૂર છે જે આવતી કાલે બુધવાર થી ગુરુવાર દરમ્યાન મોરબી સુધી અસર કરે એવી આશંકા હાલ દર્શાવાઇ રહી છે. આમ છતાં પળ પળ બદલતી રહેતી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

- text

મોરબી જિલ્લાના કુલ 348 ગામો પૈકી 39 ગામો અને તેના 5953 નાગરિકો આ વાવાઝોડાના સંભવિત અસરકર્તાઓ હોઈ શકે છે એમ માનીને 48 સ્કૂલો અને 5 અન્ય આશ્રય સ્થાનો જેવા કે કોમ્યુનિટી હોલ અને જ્ઞાતિ-સમાજની વાડીઓ સહિત કુલ 53 આશ્રય સ્થાનો સરકારી તંત્રે અંકે કરી લીધા છે. આવા આશ્રયસ્થાનો પર વીજળીનો પુરવઠો જળવાઈ રહે એ માટે પી.જી.વી.સી.એલ સતર્ક છે. નવલખી પોર્ટ ખાતે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. કુલ 160 માછીમારોની બોટ પરત બોલાવી લેવાઈ છે. 4000 માછીમારોને દરિયામાંથી પરત બોલાવી લેવાયા છે. રાજકોટ ખાતે બપોરે 3 વાગ્યે NDRF (નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ) આવશે જેમાંથી એક ટિમ આજે સાંજે 5 વાગ્યા સુધીમાં મોરબી ખાતે તેની પોઝિશન સંભળી લેશે.

લોકોને પોતાના મોબાઈલ, બેટરી, ટોર્ચ, જેવા ઉપકરણો ચાર્જ રાખવા તેમજ ખોટી અફવાઓથી ભરમાવવું નહિ તેમજ ખોટી અફવાઓ ન ફેલાવવા પણ તાકીદ કરાઈ છે. સરકારી તંત્ર પુરી રીતે સુસજ્જ છે આથી નાહકના ગભરાયા વગર શાંતિ જાળવી તંત્રને સહકાર આપવા કલેકટરે લોકોને અપીલ કરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text