મોરબીના ઉમા ટાઉનશીપમાં મેનજરને બંધક બનાવી રૂમમાં પુરીને રૂ .8 લાખની લૂંટ

- text


ત્રણ શખ્સો મકાન ભાડે લેવા બહાને આવીને બિલ્ડરને રૂમમાં પુરી દઈને લૂંટ ચલાવી : ભરબપોરે બનેલા લૂંટના બનાવની બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પેઢીના મેનેજરને આજે ભર બપોરે ત્રણ શખ્સોએ ભાડે મકાન લેવાના બહાને રૂમમાં પુરી દઈને ઓફિસના ખાનામાંથી રૂ.8 લાખની રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.ભર બપોરે બનેલી આ લૂંટની ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

આ લૂંટની ઘટનાની મોરબી બી ડિવિઝનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપમાં ઉમા ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની પેઢીના મેનેજર શૈલેષભાઇ મણીયાર આજે બપોરના સમયે પોતાની ઓફિસે બેઠા હતા.તે સમયે એક અજાણ્યો શખ્સ તેમની ઓફિસે ગયો હતો અને પોતાને મકાન ભાડે લેવું છે તેમ કહ્યું હતું આથી મેનેજરે મકાન ભાડે આપતા નથી તેમ જણાવ્યું હતું.એટલી વારમાં બીજા બે અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને મેનેજર કઈ સમજે વિચારે તે પહેલાં આ ત્રણ શખ્સોએ તેમના મોઢે સેલો ટેપ લગાવી દીધી હતી બાદમાં તેમને બાંધીને રૂમમાં પુરી દીધા હતા.ત્યારબાદ આ ત્રણેય શખ્સો ઓફિસના ટેબલના ખાનામાં રાખેલો રૂ.8 લાખની રોકડ ભરેલો થેલો લઈને નાસી છૂટ્યા હતા.

- text

જ્યારે રૂમમાં પુરાયેલા મેનેજરે જેમ તેમ કરી પોતાનો હાથ ખોલીને ખિસ્સામાં રહેલા મોબાઈલથી તેમના પરિચિતને આ ઘટનાની જાણ કરી હતી.આથી એ પરિચિતે ત્યાં આવીને રૂમનું બારણું ખોલીને મેનેજરને મુક્ત કર્યા હતા બાદમાં મેનેજરે ઓફિસના ટેબલના ખાનામાં જોતા તેમાં રૂ.8 લાખની રોકડ ભેલો થેલો ગાયબ હતો. આથી તેમણે લૂંટ થયાનું માલુમ પડતા આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી અને લૂંટની ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.ભર બપોરે રૂ.8 લાખની લૂંટ થતા ભારે ચકચાર મચી ગઇ છે.

- text