વાંકાનેરના સતાપર ગામે બાઇકે હડફેટે લેતા પાંચ વર્ષના બાળકને ઇજા

- text


વાંકાનેર : વાંકાનેરના સતાપર ગામે બાઈકે હડફેટે લેતા પાંચ વર્ષના બાળકને ઇજાઓ પહોંચી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે બાઈકચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના સતાપર ગામે રહેતા ભાવનાબેન સંજયભાઈ અણીયારીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓનો પાંચ વર્ષનો પુત્ર જોન ચાલીને જતો હતો. તે વેળાએ પુર ઝડપે બાઇક ઉપર આવેલા વિજય નાગજીભાઈ ધરજીયાએ તેને હડફેટે લઈને ઇજાઓ પહોંચાડી હતી. આ ફરિયાદના આધારે તાલુકા પોલીસે બાઈકચાલક વિજય સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text