વાંકાનેર ગરાસીયા બોર્ડિંગ ખાતે સાંસદ મોહનભાઇ કુંડારિયાનો અભિવાદન સમારોહ યોજાયો

વાંકાનેર : રાજકોટ લોકસભા બેઠક પર બીજી વખત જંગી લીડથી ભવ્ય જીત મેળવનાર સાંસદ મોહનભાઇ કુંડારિયાનો અભિવાદન સમારોહ યોજાયો હતો. વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ ગરાસીયા બોર્ડિંગમાં યોજાયેલા આ અભિવાદન સમારોહમાં ભાજપના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહેલ.

10-રાજકોટ લોકસભા મતવિસ્તારના લોક-લાડીલા સાંસદ મોહનભાઇ કુંડારિયા જંગી બહુમતીથી ચૂંટાય જતાં ગરાસિયા બોર્ડિંગ ખાતે વાંકાનેર તાલુકા ના હોદેદારો તથા કાર્યકર્તાઓનો મોહનભાઇએ આભાર વ્યક્ત કર્યો હતો ત્યાર બાદ સંગઠનના હોદેદારો તથા વિવિધ સમાજના આગેવાનો દ્વારા તેમનું સન્માન કરવા માં આવ્યું હતું. આ તકે વાંકાનેર યુવરાજશ્રી કેશરીદેવસિંહજી, જિલ્લા ભાજપના અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા, મહામંત્રી હિરેનભાઈ પારેખ , જ્યોતિસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ઢોલરીયા તેમજ વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

આ સન્માન સમારોહમાં સાંસદ મોહનભાઇ કુંડારિયાએ જણાવેલ કે વાંકાનેર મતવિસ્તારમાંથી તેમને જંગી લીડથી જીતાડવા બદલ સૌ કાર્યકરો તેમજ મતદારોનો હું આભાર વ્યક્ત કરું છું અને વાંકાનેર ખાતે ગરાસીયા બોર્ડિંગમાં તેમનું કાર્યાલય સતત ચાલુ રહેશે વાંકાનેર વિસ્તારના કોઈપણ મતદારોને તેમનું કાંઈ પણ કામકાજ હોય તો ગરાસિયા બોર્ડિંગના તેમના કાર્યાલય ખાતે સંપર્ક કરવો અને દર પંદર દિવસે કાર્યાલય પર તેઓ રૂબરૂ ઉપસ્થિત રહેશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne