આજે નવી કલેકટર કચેરી સામે પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ભારતીય મજદૂર સંઘના ધરણાં

- text


મોરબી : ભારતીય મજદૂર સંઘ ગુજરાત વિભાગ દ્વારા મોરબી જિલ્લા મજદૂર સંઘ આજે તારીખ 10 જૂનના રોજ નવી કલેકટર કચેરી સામે, શોભેશ્વર રોડ ખાતે સાંજે 4 થી 6 દરમિયાન રાજ્ય સરકારના કર્મચારીઓ તેમજ બોર્ડ નિગમના કર્મચારીઓ અને આંગણવાડીના બહેનોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે પ્રતીકાત્મક ધરણાં કરશે.

આ આંદોલનાત્મક કાર્યક્રમમાં મોરબી જિલ્લા મજદૂર સંઘના વિવિધ યુનિયનો પૈકી ગુજરાત મેરીટાઇમ બોર્ડ, બંદર કચેરી, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિકયુરીટી ફોર્સ તથા ગુજરાત પાણી પુરવઠા બોર્ડ, આંગણવાડી અને 108 વગેરે વિભાગના કાર્યકરો આ આંદોલનાત્મક કાર્યક્રમમાં ભાગ લઈને આ કાર્યક્રમને અસરકારક અને પ્રભાવશાળી બનાવશે. વિવિધ સરકારી કર્મચારીઓના પડતર પ્રશ્નો માટે મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર પણ તૈયાર કરવામાં આવ્યું છે. જે આવેદનપત્ર જિલ્લા કલેકટર સાહેબને સુપરત કરવામાં આવશે તેમ મોરબી જિલ્લા મઝદૂર સંઘના મંત્રી અમરશીભાઈ પટેલની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text