જબલપુર પ્રા.શાળાની જગ્યા ઉપરની પેશકદમી નહિ હટાવાઇ ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ!!

- text


મામલતદારને અનેક રજુઆત કરી તેમ છતાં પરિણામ ન મળતા ગ્રામજનો આકરા પાણીએ : તા. પ્રા. શિક્ષણ અધિકારીને કરી રજુઆત

ટંકારા : ટંકારા તાલુકાની જબલપુર શાળાની જગ્યામાં અમુક તત્વોએ ગેરકાયદે કબજો કરી લીધો છે. આ મામલે અનેકવાર રજુઆત કરી હોવા છતાં મામલતદાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા ન હોવાથી ગ્રામજનો દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજુઆત કરીને જ્યા સુધી પગલાં નહિ લેવાય ત્યાં સુધી શિક્ષણનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.

જલબલપુર પ્રા.શાળાના સ્ટાફ તેમજ ગ્રામજનોએ રજુઆતમાં જણાવ્યું હતું કે તેઓની શાળાને પંચાયતે સમાન્ય સભાની બેઠક – ૪ નાં ઠરાવ નં ૧૨ મુજબ ૭૦૦ × ૫૦૦ ફુટ જગ્યા આપેલી છે. જેમાં ૨૦૦× ૫૦૦ ફૂટ જગ્યા પર અમુક લોકોએ કબજો કરેલ છે. આ કબજો દુર કરવા ૭ મહિના પહેલા મામલતદારને અરજી કરેલ હતી. પરંતુ તેનો
કોઇ યોગ્ય નિકાલ આવેલ નથી. મામલતદારને છેલ્લા ૨૦૦ દિવસથી વારંવાર રજુઆત કરીએ છીએ. તેમ છતાં આ માટે યોગ્ય પગલા લેવાયા નથી અને કબજો દુર કરેલ નથી.

- text

વધુમાં જણાવાયું હતું કે આ મેદાનમાં બાળકોના ઉત્તમ ભવિષ્ય માટે ૨૦૦ મીટર દોડનો ટ્રેક બનાવો છે અને તે મેદાનમાં ફૂટબોલ ,વોલીબોલ, કબડ્ડી , ખો-ખો જેવી રમતોના મેદાન બનાવવાના છે. જેથી સરકાર દ્વારા ખેલ મહાકુંભ જેવી સ્પર્ધામાં આ શાળાના બાળકો સારો દેખાવ કરી શકે. માટે જો આ કબજો દૂર કરી શાળાને કબજો આપવામાં નહી આવે તો તા.૧૩/૬/૨૦૧૯ થી વાલીઓની સહમતી થી જ્યા સુધી મેદાન અને હક નહી મળે ત્યાં સુધી શાળામાં શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવશે. શિક્ષણના બહિષ્કાર થી બાળકોના શિક્ષણને જે નુકસાન થશે તેની જવાબદારી મામલતદાર અને સંબંધિત અધિકારીની રહેશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text