મોરબીમાં નિરોગીમય જીવન અને પર્યાવરણના જતન માટે સાઈકલીગ ગ્રુપ બનાવાયું

- text


મોરબી : આજની દોડદામભરી જીવન શૈલીમાં થકના મના હૈની માફક દરેક માણસ સતત કામમાં ગળાડૂબ રહે છે.તેમાંય બેઠાડુ જીવન શૈલીને કારણે માણસ અનેક બીમારીઓનો ભોગ બનતો રહે છે.આથી સ્વસ્થ જીવન શૈલી અને પર્યાવરણનું જતન માટે મોરબીમાં સીરામીક ઉધોગ ક્ષેત્રે જોડાયેલા જાગૃત નાગરિકોએ સાઈકલીગની પહેલ કરી છે અને સાઈકલીગ ગ્રુપ બનાવ્યું છે જેમાં વધુને વધુ લોકોને જોડાવવાનું આહવાન કરાયું છે.

નિરોગી જીવન માટે નિયમિત સાઈકલીગ શ્રેષ્ઠ વિકલ્પ છે. આજકાલ બેઠાડુ જીવન શૈલી વધી રહી છે બેઠાડુ જીવનને કારણે માનવ જીવન આધિ વ્યાધિ ઉપાધિનો શિકાર બને છે.બેઠાડુ જીવનને કારણે રોગનો ભોગ બનતા લોકો ડોકટર પાસે જાય ત્યારે ડોકટર તેમને એક જ સલાહ આપે છે કે નિયમિત શારીરિક વ્યાયામ કરો અને એના માટે નિયમિત સાયકલિગ બેસ્ટ છે. નિયમિત સાઈકલીગ કરવાની શરીર તો નિરોગી મય રહે જ છે સાથોસાથ પર્યાવરણનું પણ જતન થાય છે.તેથી આ બન્ને ઉદેશયો પાર પડવાના શુભ આશય સાથે મોરબીમાં સીરામીક ઉધોગ ક્ષેત્રે જોડાયેલા અગ્રણીઓ દ્વારા સાઈકલીગ ગ્રુપ શરૂ કરવામાં આવ્યું છે.તેથી મોરબીમાં વધુને વધુ લોકો નિયમિત સાઈકલીગ કરતા થાય તે માટે આ ગ્રુપમાં ( https://chat.whatsapp.com/DKcCdOvsgG74JdsLvuWUFA ) જોડાવવા સીરામીક ઉધોગકારો વિજયભાઈ રંગપડીયા – ફેવરિટ ગ્રુપ, મુકેશભાઈ કુંડરિયા સેગમ ગ્રુપ, નિલેશભાઈ જેતપરિયા સોનેક્શ ગ્રુપ સહિત મોરબી સીરામીક પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે. જો આ ગ્રુપ ફુલ થઇ જાય તો વધુ વિગત માટે 7600010255 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

 

- text