3 વર્ષના બાળકના શંકાસ્પદ મોતનો મામલો : મૃતદેહનું રાજકોટ ખાતે ફોરેન્સીક પીએમ કરાયું

- text


ગળેટુંપો આપીને હત્યા કરાયાની પ્રબળ શંકા : ફોરેન્સીક રિપોર્ટ આવ્યા બાદ જ બનાવનું સાચું કારણ બહાર આવશે

મોરબી : મોરબીના સામાકાંઠે રહેતા સીરામીક વેપારીના માસુમ પુત્રના શંકાસ્પદ મોતના કેસમાં હતભાગી બાળકના પરિવારજનોએ બાળકનું ગળું દબાવીને હત્યા કરી હોવાનો સનસનીખેજ આક્ષેપ કરતા ચકચાર મચી ગઇ છે.આ બનાવ અંગે તપાસ કરનાર અધિકારી સીપીઆઈ સોઢાએ જણાવ્યું હતું કે,બાળકનું ગળું દબાવીને હત્યા કર્યાની પ્રબળ શંકા છે.પણ ફોરેન્સીક પીએમનો રિપોર્ટ આવ્યા બાદ જ બનાવનું સાચું કારણ જાણવા મળશે .

- text

મોરબીના સામાકાંઠે આવેલ ઋષભનગરમાં રહેતા અને સીરામીક ટેડ્રિગનો વ્યવસાય કરતા રાજેશભાઈ ડઢાણીયાનો ત્રણ વર્ષનો માસુમ પુત્ર નિત્યની ગઈકાલે સાંજે તેના ઘરમાંથી ડેડબોડી મળી આવી હતી. આ બનાવની જાણ થતાં એલ.સી.બી,. એસ.ઓ.જી.,બી ડિવિઝન પોલીસ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી.જોકે બાળકના ગળાના ભાગે ઇજાના ચિન્હો હોવાથી આ બનાવ શંકાસ્પદ લાગતા પોલીસે હતભાગી બાળકના મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ ખસેડાયો છે.આ બનાવની તપાસ કરનાર સી.પી.આઇ.સોઢાએ જણાવ્યું હતું.કે મૃતકના બાળકના ગળાના ભાગે ઇજાના ચિન્હો હોવાથી હત્યાની પ્રબળ શંકાઓ ઉઠી છે.દરમ્યાન મૃતકના પરિવારજનોએ પોલીસ સમક્ષ આ બનાવ હત્યાનો હોવાનો આક્ષેપ કર્યો છે અને પરિવારની કોઈ સંદિગ્ધ વ્યક્તિ પર હત્યાનો આરોપ મૂક્યો છે.આ અંગે તેમણે જણાવ્યું હતું કે ફોરેન્સીક રિપોર્ટ પર આ બનાવનો સઘળો દારોમદાર છે. હાલ હતભાગી બાળકનું ફોરેન્સીક પીએમ કરવામાં આવ્યું છે. તેથી ફોરેન્સીક પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ બનાવનું સાચું કારણ જાણવા મળશે તેમ તેમણે જણાવીને આ બનાવની સઘન તપાસ ચાલી રહી હોવાનું ઉમેર્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text