હળવદ : મહિલાનો ગળાફાંસો ખાઈને આપઘાત

હળવદ : હળવદમા એક મહિલાએ માનસિક બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરીને આગળની તપાસ આદરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદના ગોરીદરવાજા પાસે રહેતા મંજુબેન ઠાકરશીભાઈ ધારીયા ઉ.વ. 51એ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવની પ્રાથમિક તપાસમાં મહિલા માનસિક બીમારીથી પીડાતા હોય કંટાળી જઈને આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. આ મામલે હળવદ પોલીસે નોંધ કરીને આગળની તપાસ ચલાવી હોવાનું જાણવા મળ્યું છે.