મોરબી નજીક અકસ્માતમાં ઘાયલ થયેલા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત

- text


મોરબી : મોરબીના લાલપર નજીક 10 દિવસ પૂર્વે રિક્ષાને અકસ્માત નડતા ગંભીર રીતે ઘાયલ થયેલી વૃદ્ધ મહિલા મુસાફરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર કારગત ન નિવડતા તેઓનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના લાલપર ગામ નજીક ઓમકાર પેટ્રોલ પંપ સામે ઘરનો સમાન ભરીને બોલેરો ગાડી જતી હતી. તે વેળાએ બોલેરોમાંથી ખાટલો ઉડીને પડતા રીક્ષા સાથે અથડાયો હતો. જેથી આ રિક્ષાની અચાનક બ્રેક લાગતા તેની પાછળ બીજી રીક્ષા અથડાઈ હતી. આ વિચિત્ર અકસ્માતમા અજાણી 80 વર્ષના વૃદ્ધ મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જો કે સારવાર કારગત ન નિવડતા તેઓનું મોત નીપજ્યું છે. આ મામલે તાલુકા પોલીસે રિક્ષાચાલક મામદસીદીક કુરેશીની ફરિયાદના આધારે બોલેરો ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text