મોરબીમાં સાતમો આયુર્વેદિક સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજાયો

- text


મોરબી : આયુર્વેદિક જીવનશૈલી દ્રારા મોરબીમાં ૭ તારીખે શુક્રવારે સાતમો વિનામુલ્યે સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાનો કેમ્પ યોજાયો હતો. જેમા મોરબી તથા આજુ બાજુનાં ગામનાં ૧૫૦૦ થી વધું બાળકોએ લાભ લીધો હતો.

- text

તાજેતરમાં મોરબીમાં વિનામૂલ્યે જન્મથી 12 વર્ષના બાળકો માટે સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવા માટેનો કેમ્પ યોજાયો હતો, જેમાં ટીપા પીવડાવ્યા બાદ બાળકોનવા ગિફ્ટ પણ આપવામાં આવી હતી. કેમ્પના આયોજક રાજ પરમારે જણાવ્યું હતું કે, વિધીબેન વાળા, નીરાલિબેન વાળા,ડેનિશ વાળા,ક્રિષ્નાબેન તથા વૈશાલીબેન પરમાર, તન્વીબેન અમૃતિયા, ભરતભાઇ કાનાબાર તથા સોરઠીયા લુહાર મોરબી, લાઈવસીટી સીરામીક, અનમોલ સીરામીક, ફ્લેવર ગ્રેનાઇટો, પરેશભાઈ મેહતા તથા અન્યનાં સહયોગથી આ કેમ્પ શકય બન્યો છે. આયોજકોનાં કહેવા મુજબ મોરબીના વધું ને વધું બાળકોને આ આયુર્વેદિક ટીપાનો લાભ મળે અને દરેકનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે દર પુષ્યનક્ષત્રના દિવસે આ કેમ્પનું આયોજન થાય છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text