હળવદના માલણીયાદ ગામે થયેલી મારામારીમાં વળતી ફરિયાદ નોંધાઇ

- text


હળવદ : હળવદના માલણીયાદ ગામે વાડીના શૅઢે ઢોરને ચારો નાખવા બાબતે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી.આ બનાવમાં ગઈકાલે એક જુથે ફરિયાદ નોંધાવ્યા બાદ આજે બીજા જૂથે વળતી ફરિયાદ નોંધાવી હતી.જેમાં હળવદના માલણીયાદ ગામે રહેતા સુરેશભાઈ મોહનભાઇ લકુંમ ઉ.વ.40એ વળતી ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓ મુકેશભાઈ લાલજીભાઈ દલવાડી, જગદીશભાઈ લાલજીભાઈ દલવાડી, નીતાબેન મુકેશભાઈ દલવાડી અને ગીતાબેન દલવાડીએ ગતતા 6ના રોજ માલણીયાદ ગામની સીમના શૅઢે ઢોરને નાખવાની ચારનો ઓગઠ નાખવા બાબતે માથાકૂટ કરી ફરિયાદીને લાકડીથી તથા ઘનશ્યામભાઈ અને ચંપાબેનને ઢીકાપાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હળવદ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text