મોરબી : એલ.ઈ. કોલેજ ખાતે આઇટીના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

- text


સેમેસ્ટર 4 અને 6ના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને ઇનામ આપીને નવાજવામાં આવ્યા

મોરબી : મોરબીની વિખ્યાત એવી એલ.ઈ. કોલેજના ઇન્ફર્મેશન ટેકનોલોજી વિભાગના સેમેસ્ટર 6ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવેલું હતું અને સેમેસ્ટર 6 ના વિદ્યાર્થીઓ ને સેમેસ્ટર 4 ના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકાર ના એવોર્ડ આપવા માં આવ્યા હતા તથા સેમેસ્ટર 6ના વિદ્યાર્થીઓએ પ્રોફેસરોને ભેટો આપી હતી.

- text

આ વિદાય સમારંભમાં સેમેસ્ટર 6ના વિદ્યાર્થીઓને અલગ અલગ એવોર્ડ આપવામાં આવ્યા હતા, તેમાં ક્યૂટ ગર્લનો એવોર્ડ નિયતિ પીઠડીયાને, મી. હેન્ડસમ મિહિર પટેલ, મીસ બ્યુટીફુલ શિવાંગી સાંચલા, ફની બોય મુસ્તફા રાજા અને સ્ટુડન્ટ ઓફ ધ યર સંકેત પૈજા અને બાકી ઘણા પ્રકાર ના વિવિધ એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ ઇવેન્ટ માં છેલ્લા સેમેસ્ટરના બધા વિદ્યાર્થીઓએ પોતાના સફર વિશે વાત કરી હતી સંકેત પૈજા, નિહાર ચોકસી, ઋત્વિક સોલંકી દ્વારા વાતો રજૂ કરવામાં આવી હતી. ઉપરાંત સેમસ્ટર 6 ના વિદ્યાર્થીઓએ બધા જ પ્રોફેસર ને પણ યાદગાર ભેટો આપી હતી અને સાથે બેસ્ટ ફેકલ્ટી ઓફ ધ યર એસ.પી. જાડેજા સર અને બેસ્ટ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ ધ યર એન. એ. ફાટક સર ને આપવામાં આવ્યા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text