મોરબીના ઉમા વિદ્યા સંકુલમાં સોશિયલ મીડિયા જાગૃતિ અંગે ખાસ સેમિનાર યોજાયો

‘મોરબી અપડેટ’ના સુપ્રીમો દિલીપભાઈ બરાસરાએ આપ્યું માર્ગદર્શન

મોરબી : મોરબીના ઉમા વિદ્યા સંકુલમા સોશિયલ મીડિયા જાગૃતિ અંગે ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ‘મોરબી અપડેટ’ના સુપ્રીમો દિલીપભાઈ બરાસરાએ સોશિયલ મીડિયાના મહત્વના પાસાઓની છણાવટ કરીને બાળકો અને શિક્ષકોને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલ ખાતે આજે શનિવારના રોજ સોશિયલ મીડિયા જાગૃતિ અંગે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા મોરબીના ‘મોરબી અપડેટ’ના સુપ્રીમો દિલીપભાઈ બરાસરાએ શિક્ષકો મીડિયાનો ઉપયોગ કઈ રીતે કરી શકે તે અંગે તથા પબ્લિક રિલેશન અંગે જબરજસ્ત વાત કરી હતી. આ સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધુ સારી રીતે કરી શિક્ષકો અને વિદ્યાર્થીઓ વિવિધ માહિતીઓથી કઈ રીતે અપડેટ થાય તે વિશે પણ તેઓએ માર્ગદર્શન આપ્યું હતું.

આ સેમિનારમાં હાલની પરિસ્થિતિ અને મોરબીની ગંભીર સમસ્યાઓ અંગે ગોષ્ઠી કરવામાં આવી હતી. સાથોસાથ કન્ટેન્ટ પાવર વધારી સોશિયલ મીડિયા અંગે સતત અપડેટ રહેવા શિક્ષકોને અપીલ કરાઈ હતી. આ તકે સંસ્થાના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા તેમજ સંચાલક હિતેષભાઈ સોરીયાની પણ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne