વાંકાનેર નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના વિક્રેતાઓને ત્યાં દરોડા

- text


51 માઇક્રોન થી ઉપરના પ્લાસ્ટિક વેચાણ માટે નગરપાલિકામાં નોંધણી કરાવવી જરૂરી : પ્લાસ્ટિકના ઝબલા અને પાણીના પાઉચ જપ્ત કર્યા : ગંદકી ફેલાવનારને દંડ કર્યો

વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા, સેનેટરી ઇન્સ્પેક્ટર દીપકસિંહ ઝાલા તેમજ નગરપાલિકાના સ્ટાફ દ્વારા આજે વાંકાનેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવેલ અને 51 માઇક્રોન થી નીચેના પ્લાસ્ટિકના ઝબલા નું વેચાણ કરતાં વેપારીઓ પાસેથી જબલા જપ્ત કરવામાં આવેલ તેમજ દુકાનોમાં વેચાતાં પાણીના પાઉચ પણ જપ્ત કરેલ આ ઉપરાંત નાસ્તાના વેપારીઓ દુકાનની આજુબાજુમાં ગંદકી ફેલાવતા હોવાથી તેમને દંડ કરેલ. આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.

- text

વાંકાનેર ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવેલ છે કે વાંકાનેર શહેરી વિસ્તારમાં 51 માઈક્રોનથી ઉપરના પ્લાસ્ટિકના વેચાણ માટે વેપારીઓએ ફરજિયાત નગરપાલિકામાં નોંધણી કરાવી ત્યાર બાદ જ પ્લાસ્ટિક નું વેચાણ કરવું અને 51 માઇક્રોન થી નીચેના પ્લાસ્ટિક નું વેચાણ ગેરકાયદેસર હોય વેચાણ કે પ્લાસ્ટિક વાપરવું નહીં.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text