હળવદમાં ઢોરને ચારો નાખવા બાબતે યુવાન પર હુમલો

- text


હળવદ : હળવદમાં વાડીના શેઢે ઢોરને ચારો નાખવા જેવી સામાન્ય બાબતે ત્રણ શખ્સોએ યુવાન પર હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના માલણીયાદ ગામે રહેતા મુકેશભાઈ લાલજીભાઈ દલવાડી ઉ.વ.30 નામના યુવાને ઘનશ્યામભાઈ મોહનભાઇ દલવાડી, સુરેશભાઈ મોહનભાઇ દલવાડી, ચંપાબેન મોહનભાઇ દલવાડી સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તેઓ ગામની વાડીએ આવેલા શેઢે હતા. તે દરમ્યાન આરોપીઓ ત્યાં આવીને ઢોરને નાખવાનો ઓગડ નાખી તેમની સાથે બોલાચાલી કરી જાનથી મારી નાંખવાંની ધમકી આપી ત્રણેય આરોપીઓએ ફરિયાદીને લાકડીથી તથા ઢીકાપાટુનો માર માર્યો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text