એલઇ કોલેજના વિદ્યાર્થીઓને કારણ વગરની કનડગત કરાતા હોવાની ઉચ્ચકક્ષાએ રાવ

- text


મોરબી : મોરબીની એલ.ઇ.કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી ઘણા બહારગામના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધા ઉપલબદ્ધ ન હોવાથી આવા બહારગામના વિદ્યાર્થીઓ એમના સિનિયર વિદ્યાર્થીઓ સાથે એન.વી.પી. હોસ્ટેલના રૂમોમાં મજબૂરીથી રહે છે. ત્યારે કોલેજના સ્ટાફ દ્વારા પોલીસને સાથે રાખી અડધી રાતે હોસ્ટેલના રૂમો ખોલાવી વિદ્યાર્થીઓ જાણે ગુન્હેગાર હોય એવું વર્તન કરી બધા વિદ્યાર્થીઓને સવાર સુધી પોલીસ સ્ટેશને બેસાડીને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાની ફરિયાદ ઉચ્ચકક્ષાએ કરતા શિક્ષણ જગતમાં ચર્ચા ઉઠી છે.

ઉલ્લેખનિય છે કે જે વિદ્યાર્થીઓને સવાર સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યા હતા એ વિદ્યાર્થીઓની સવારમાં જ પરીક્ષા હોવાથી તેઓ માનસિક રીતે પરીક્ષા આપવા સક્ષમ રહ્યા ન હતા. બહારગામના વિદ્યાર્થીઓ હોસ્ટેલ સુવિધાથી વંચિત હોવાના કારણે સિનિયર વિદ્યાર્થી મિત્રો સાથે રહેવા મજબુર છે ત્યારે કોલેજના જ એક પ્રોફેસરના આવા વર્તનથી વિદ્યાર્થીઓએ આઘાત સાથે ઉચ્ચકક્ષાએ રોષ પૂર્ણ રજુઆત કરી છે. જેમાં શિક્ષણમંત્રીથી લઈને મુખ્યમંત્રી સુધી રજુઆત કરતા આવનારા દિવસોમાં આ બનાવના શિક્ષણ જગતમાં વ્યાપક પડઘા પડે એવું જણાઈ રહ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text