હળવદ નજીક ટ્રક અને બોલેરો વચ્ચે ગંભીર અકસ્માત : એકને ઇજા

 

બન્ને વાહનની ધડાકાભેર ટક્કર થતા બોલેરોનો બુકડો બોલી ગયો

હળવદ : હળવદના નવા દેવાળીયા નજીક ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં બોલેરોના ડ્રાઇવરને ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ નજીક નવા દેવળીયા હાઈવે પર દેવળીયાના પાટીયા પાસે પિક અપ બોલેરો અને ટ્રક વચ્ચે આજે રાતના સમયમાં અકસ્માત થયો છે. જેમાં બોલેરોનો બુકડો બોલી ગયો છે. આ અકસ્માતમાં બોલેરોના ડ્રાઇવરનો પગ ભાંગી ગયો હોવાથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ પિક અપ બોલેરો કચ્છમાંથી ઘરનો સમાન ભરીને અમદાવાદ જતો હતો. તે વેળાએ તેને અકસ્માત નડ્યો હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.