મોરબી નજીક ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત

- text


મોરબી :મોરબી નજીક ઘૂંટુ રોડ ઉપર કારખાનામા રહેતી શ્રમિક પરિવારની પાંચ વર્ષની બાળકીને ઝેરી જનાવર કરડી જતા તેનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સીરામીકની ઓરડીમાં રહીને મજૂરી કામ કરતા એક શ્રમિક પરિવારની પાંચ વર્ષની દીકરી જયશ્રી જીવણભાઈ નાયક ઓરડીની આસપાસ રમતી હતી. ત્યારે તેને કોઈ ઝેરી જનાવર કરડતા તેનું મોત નીપજ્યું હતું. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

- text