- text
હળવદ : હળવદમાં યુવાનને જુના મનદુઃખનો ખાર રાખી ત્રણ શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના ખોજાખાના પાસે રહેતા વિજયભાઈ દિલીપભાઈ ચાવડા ઉ.વ.36 એ માળીયાના શફિરભાઈ મુસભાઈ મોવર , શેરમામદ અને ઓસમાણ મોવર સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, આગાઉના મનદુઃખનો ખાર રાખી આરોપીઓએ ફોનમાં ધમકી આપ્યા બાદ તેમના ઘર પાસે આવી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
- text
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne
- text