મોરબીમાં આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ૧૧મીએ વકતૃત્વ સ્પર્ધા

- text


વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધા યોજાઈ , ૩૫૭ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો

મોરબી : મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા આગામી ૧૧મીએ વકૃતવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અગાઉ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ૩૫૭ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા માન્ય મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે વર્લ્ડ પોલ્યુશન ડે નિમિતે આગામી તા. ૧૧ના રોજ વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘વસ્તી વધારો એક સમસ્યા અને ઉપાય’ તેમજ ‘વસ્તી વધારો અને પ્રદુષણ’ આ વિષય રાખવામાં આવ્યા છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓના નામ તા. ૧૦ સુધીમાં વોટ્સએપ નંબર ૯૮૨૪૯ ૧૨૨૩૦ ઉપર કે રૂબરૂ આવીને નોંધાવવાનું રહેશે.

- text

આ ઉપરાંત વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પણ આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૫૭ વિદ્યાર્થીઓએ ચિત્રો દોરીને વૃક્ષો વાવવાનો તેમજ પર્યાવરણ બચાવવાનો સંદેશો આપ્યો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text