હળવદના માથક ગામે કારમાંથી 700 લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી એલસીબીએ બાતમીના આધારે હળવદના માથક ગામે આવેલા મકાનમાં રહેલી મહિન્દ્રા ગાડીમાંથી 700 લીટર દેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લીધો હતો.

- text

આ બનાવની મોરબી એલસીબી માંથી પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લા પોલીસ વડા અને એલસીબી પી.આઈ. વી.બી.જાડેજાએ પ્રોહીબિશનની બદી નાબૂદ કરવાની સૂચના આપતા સ્ટાફના રવિરાજસિંહ ઝાલા અને પેરોલ ફર્લો સ્ક્વોડના સહદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે હળવદના માથક ગામે આવેલ રહેણાક મકાનમાં રહેલી મહિન્દ્રા ગાડીમાંથી 700 લીટર દેશી દારૂનો જથ્થો તથા એક મોબાઈલ ફોન અને મહિન્દ્રા ગાડી મળીને કુલ રૂ.4.16 લાખના મુદામાલ સાથે આરોપી પિન્ટુ અશોકભાઈ બોરણીયાને ઝડપી લીધો હતો.પોલીસની પૂછપરછમાં આરોપીએ વાંકાનેરના વિરપર ગામની જયશ્રીબેન ભુપતભાઇ પાટડીયાના કહેવાથી આ દેશી દારૂ મંગાવ્યો હોવાની કબૂલાત આપતા આ મહિલા સામે પણ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text