મોરબી : સ્વયં સ્વસ્થ બનવાનું માર્ગદર્શન આપતી અલભ્ય નિઃશુલ્ક યોગ શિબિર શરૂ

- text


માતૃભૂમિ વંદન ટ્રસ્ટ દ્વારા આયોજિત શિબિરમાં ભાગ લેવા હજુ એક દિવસ પ્રવેશ ચાલુ

મોરબી : માતૃભૂમિ વંદના ટ્રસ્ટ મોરબી દ્વારા આયોજિત સ્વયં સ્વસ્થ બનો અભિયાન મુંબઈ વાળાના ઉપક્રમે એક નિશુ:લ્ક યોગ શિબિરનું આયોજન શરૂ થયું છે. મોરબી ખાતે આ પહેલા પણ એક શિબિરનું સફળતા પૂર્વક આયોજન થઈ ચૂક્યું છે.

આ યોગ અને પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર ડોક્ટર ગીતાબેન જૈન મુંબઈ દ્વારા તેમજ દીપકભાઈ જાની દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે. ગીતાબેન જૈન યોગના ગહન અભ્યાસી તથા પ્રાકૃતિક ચિકિત્સાના સચોટ માર્ગદર્શક છે. જ્યારે દીપકભાઈ જાની યોગ નિષ્ણાત છે. “સ્વયં સ્વસ્થ બનો” અભિયાન અંતર્ગત ભારતના વિવિધ રાજ્યો જેવા કે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ, તામિલનાડુ, તેમજ કેરલાના વિવિધ શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં અનેકોનેક શિબિરોનું સંચાલન આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. યોગ એ ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ભેટ છે. યોગ એ ગુરુ તેમજ શિષ્યની આદર્શ પરંપરા પણ છે. ગીતાબેન જૈને પોતાનું આખું જીવન યોગ અને પ્રાકૃતિક ચિકિત્સાને અર્પણ કર્યું છે. મોરબી ખાતે શરૂ થયેલી આ નિ:શુલ્ક શિબિરમાં અષ્ટાંગ યોગની સમજ અને આસન, પ્રાણાયમ, ધ્યાન, ક્રિયા, મુદ્રા, સૂક્ષ્મ વ્યાયામ તેમજ વિવિધ રોગોમાં ઉપયોગી કુદરતી ઉપચાર અને આયુર્વેદિક ઔષધોનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. જીવનમાં સ્વસ્થ રહેવા માટે પ્રાકૃતિક અને કુદરતી ઉપચાર તેમજ જીવન જીવવાની કળાનું જ્ઞાન આ શિબિરમાં નિ:શુલ્ક આપવામાં આવે છે. ભાઈઓ તથા બહેનો બંને માટે આયોજિત આ શિબિરમાં મર્યાદિત સંખ્યા લેવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે હજુ પણ નામની નોંધણી કરવામાં આવી રહી છે. તારીખ 31 મે 2019ને શુક્રવારથી તારીખ 9 જુન 2019 અને રવિવાર સુધી ચાલનારી આ શિબિરનો સમય સવારે 6:00 વાગ્યાનો છે. કંડલા બાયપાસ પર આવેલ કામધેનું પાર્ટી પ્લોટમાં આ શિબિર ચાલી રહી છે. શિબિરની વધુ જાણકારી તેમજ શિબિરમાં ભાગ લેવા માટે નામ નોંધણી કરવા માટે મહેશભાઈ ભોરણીયા મો.નંબર 9426802094, નરશીભાઇ અંદરપા મો.નંબર 9898320233, મનોજભાઈ ઓગણજા 9879156485, રજનીભાઈ જીવાણી મો.નં. 989870555, અંબારામભાઈ કવાડિયા મો.નં.9825263142, હર્ષદભાઈ ગામી મો.નં 9898886585 અને ઘનશ્યામભાઈ ડાંગર મો.નં.9374804991 પર સંપર્ક કરવા જણાવાયું છે. આ શિબિરમાં બહેનો માટે જાણકારી તેમજ નામ નોંધાવવા માટે રેણુકાબેન ગોરાણીયા મો.નંબર. 9409598221 અને ધરતીબેન સરડવા મો.નં. 9825941704 પર સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

- text

31 મેથી શરૂ થયેલી શિબિરમાં હાલ 100 જુના તથા 170 નવા એમ કુલ મળીને 270 સાધકો યોગાભ્યાસનો લાભ લઇ રહ્યા છે. હજુ એક દિવસ એટલે કે બુધવાર સુધીમાં નવા સાધકો શિબિરમાં જોડાઈ શકે છે. હજુ પણ બુધવાર સુધી આ શિબિરમાં જોડાવા ઇચ્છુક સાધકો આવકાર્ય છે એમ અયોજકોની એક યાદી જણાવે છે. ત્યાર બાદ નવા સાધકો માટે પ્રવેશ નિષેધ રહેશે.

- text