મોરબીમાં યુવતી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યા કરીને લાશ સળગાવી દીધાનો ઘટસ્ફોટ

- text


સર્કિટ હાઉસ પાછળ નવા બિલ્ડીંગમાં યુવતીની સળગેલી હાલતમાં લાશ મળી આવ્યાના બનાવમાં ચોંકાવનારો ખુલાસો
એક શખ્સે યુવતીને કડીયાકામની મજુરીની લાલચ આપી વાસનાના કીડા ખંખેર્યા બાદ ગળેફાંસો આપીને લાશ સળગાવી દીધાની ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીના સર્કિટ હાઉસ પાછળ નવા બનતા બિલ્ડીંગમાં એક યુવતીની નગ્ન હાલતમાં સળગાવી દીધેલી લાશ ગઈકાલે સાંજે મળી આવ્યા બાદ આ બનાવમાં દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યા થયાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં એક શખ્સે યુવતીને કડીયા કામની મજૂરીની લાલચ આપીને તેણી પર દુષ્કર્ષ ગુજાર્યા બાદ પોતાના પાપનો ભાંડો ન ફૂટે તે માટે યુવતીનું ગળું દબાવીને હત્યા કરીને લાશને સળગાવી દીધી હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસે હતભાગી યુવતીની માતાની ફરીયાદ પરથી આ શખ્સ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલા સર્કિટ હાઉસ પાછળ નવા બની રહેલા બીલડીગમાં ગઈકાલે મોડી સાંજે એક યુવતીની નગ્ન હાલતમાં સળગાવી દીધેલી લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં મોરબી બી ડિવિઝન તથા એસ.ઓ.જી.તેમજ એલ.સી.બી.સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને યુવતીની લાશ પીએમ અર્થે ખસેડીને આ રહસ્યમય બનાવનો ભેદ ઉકેલવાની મથામણ શરૂ કરી હતી. દરમ્યાન પોલીસની તપાસમાં મૃતક યુવતી કેપાબેન પકેશભાઈ મુનિયા ઉ.વ.25 મૂળ મધ્યપ્રદેશ અને હાલ મોરબી રહેતી હોવાની ઓળખ મળી હતી. પોલીસની વિશેષ તપાસમાં યુવતી પર દુષ્કર્મ ગુજરીને હત્યા કરીને પુરવાનો નાશ કરવા લાશ સળગાવી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

- text

આથી મૃતક યુવતીની મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતી માતા કમલાબેન રમેશભાઈ મેંડાએ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી, કે આરોપી રવિ દલવાડી કડીયાકામ કરતો હોવાથી તેણે યુવતીને કડીયાકામની મજુરી આપવાની લાલચ આપી સર્કિટ હાઉસ પાછળ નવા બનતા બિલ્ડીંગમાં લઈ ગયો હતો. જ્યાં આરોપીએ યુવતી પર બળજબરીથી દુષ્કર્મ ગુજરી પોતાના પાપનો ભાંડો ફૂટી ન જાય તે માટે યુવતીનું ગળું દબાવી હત્યા કરીને લાશ સળગાવી દીધી હતી. પોલીસે હાલ યુવતીની માતાની હત્યાની ફરિયાદ પરથી આરોપી રવિ દલવાડી સામે દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text